Mon,15 December 2025,5:33 am
Print
header

સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે, હાથ પકડીને CM આવાસમાંથી કાઢવામાં આવ્યાં હતા બહાર- Gujarat Post

  • Published By
  • 2024-05-18 12:33:06
  • /

કેજરીવાલના પીએ વિભવ કુમારની પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પરના હુમલાના કેસમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સીએમ આવાસના સીસીટીવી કેમેરાના ફૂટેજનો છે, જે હવે જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા ગાર્ડ સ્વાતિ માલીવાલને સીએમ આવાસની બહાર લઇને જઇ રહ્યાં છે.

આ વીડિયો 13 મેનો હોવાનું સામે આવ્યું છે.આ દિવસે સીએમ આવાસ પરથી પીસીઆર કોલ કરવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલે સીએમ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પર મારપીટ અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.

આ પહેલા શુક્રવારે (17 મે) એક અન્ય વીડિયો વાયરલ થયો હતો જે 13 મેનો હોવાનું કહેવાય છે. આ વીડિયો સીએમ આવાસની અંદરનો છે. જેમાં વિભવ કુમાર એક બાજુ ઉભા હતા અને સુરક્ષાકર્મીઓ સ્વાતિ માલીવાલ સાથે વાત કરી રહ્યાં હતા.દરમિયાન સ્વાતિ માલીવાલને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે 'હું બધાને પાઠ ભણાવીશ.' હું મારી નોકરી ગુમાવીશ. સાથે જ સ્વાતિ માલીવાલ પણ વિભવને ગાળો આપી રહી હતી. હવે સ્વાતીના મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે તેમને મોંઢાના ભાગે ઇજાઓ થઇ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch