રાજકોટઃ ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઇને હવે હોબાળો જોવા મળી રહ્યો છે, લોકસભાની ચૂંટણી પુરી થતા જ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાને કારણે લોકોમાં રોષ છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકોએ ચૂંટણી પુરી થતા જ જનતાને હેરાન કરવાનું ચાલુ કરી દીધું અને સ્માર્ટ મીટર અદાણીને ફાયદો કરાવવા માટે લગાવવામાં આવી રહ્યાં છે.
MGVCLએ વડોદરામાં અને DGVCLએ સુરતમાં સ્માર્ટ મીટર લગાવ્યાં બાદ અનેક ફરિયાદો થઇ છે. અગાઉના મીટરમાં બે મહિને 700થી 800 રૂપિયા બિલ આવતું હતું, જ્યારે નવા મીટરમાં રિચાર્જ કર્યાં બાદ બે દિવસમાં જ રૂ.2000થી વધુ બેલેન્સ ઉડી ગયું હોવાના કિસ્સા છે. ભર ગરમીમાં લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. જેથી લોકોમાં આક્રોશ છે.
વડોદરામાં MGVCL અને સુરતમાં DGVCL કચેરીએ લોકોએ હોબાળો કર્યો હતો. જેથી હવે કોંગ્રેસ પણ જનતાની સાથે આવી છે અને ઘરમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે, શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભાજપ સરકાર અદાણી પાસેથી મોંઘી વીજળી ખરીદી રહી છે અને જનતા પર તેનો ભાર આવી રહ્યો છે. સરકારે લોકસભાની ચૂંટણી વખતે વોટ લઇ લીધા અને હવે બદલો લઇ રહી હોય તેમ જનતાની હેરાનગતિ થઇ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: એર ઇન્ડિયામાં સવાર તમામ 242 મુસાફરોના મોતનો ન્યૂઝ એજન્સી AP નો દાવો, DNA ટેસ્ટ માટે પરિવારજનોને બોલાવાયા | 2025-06-12 18:22:31
પ્લેન ક્રેશ ઈમરજન્સી સમયે પાયલોટે આપ્યો હતો Mayday કોલ... જાણો આ શબ્દનો અર્થ | 2025-06-12 17:45:54
Breaking news: પ્લેન ક્રેશમાં મુસાફરો બળીને ખાખ થઇ ગયા, પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન | 2025-06-12 16:47:12
અમદાવાદમાં પ્લેન ક્રેશની આ રહી ભયાનક તસ્વીરો, ગુજરાત સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર | 2025-06-12 16:10:55
પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ક્રેશ થયેલા પ્લેનમાં હતા, જે બિલ્ડીંગમાં પ્લેન પડ્યું હતુ તે બિલ્ડીંગમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા | 2025-06-12 15:43:14
અમિત ખૂંટ હત્યા કેસઃ મોડલે રાજકોટના ડી.સી.પી. સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી- Gujarat Post | 2025-06-11 09:11:42
Acb ટ્રેપઃ રૂ.2,00,000 ની લાંચનો આવી રીતે થયો પર્દાફાશ, આ સ્કૂલના ટ્રસ્ટી અને ક્લાર્ક ઝડપાયા | 2025-06-10 11:37:48
અમિત ખૂંટ આપઘાત કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક- Gujarat Post | 2025-06-10 11:14:09
દ્વારકાના ગોમતી નદીમાં 7 લોકો ડૂબ્યા, એક યુવતીનું મોત | 2025-06-05 17:38:48
Acb ટ્રેપઃ મોરબીમાં હેડ કોન્સ્ટેબલની 2.30 લાખ રૂપિયાની લાંચમાં ધરપકડ, PSI ની પૂછપરછ | 2025-06-05 10:50:08