Mon,20 May 2024,11:56 pm
Print
header

ભાજપની પ્રચંડ જીત બાદ મંત્રીઓના નામો પર નજર, અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનું લગભગ થશે પુરું

ગાંધીનગરઃ ભાજપે 156 બેઠકો જીતીને તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે, સ્પષ્ટ બહુમતિ બાદ હવે ભાજપની સરકાર બનશે. 12 તારીખે ગાંધીનગરમાં શપથવિધી યોજાશે, તે પહેલા નવા મંત્રીઓના નામોને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, આ વખતે જીતેલા ઉમેદવારોની સંખ્યાં વધારે હોવાથી બધાને મંત્રીપદ મળવું મુશ્કેલ છે અનેક દિગ્ગજોની જીત થઇ છે, 10 થી વધુ તો એવા ભાજપના નેતાઓ છે જેમની 1 લાખથી વધારે લીડથી જીત થઇ છે.

હવે બધાની નજર મંત્રીપદની ખુરશી પર છે, ત્યારે ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી જીતેલા અલ્પેશ ઠાકોરનું મંત્રીપદનું સપનું પુરૂ થઇ શકે છે, કોંગ્રેસના હિમાંશુ પટેલ સામે અલ્પેશ ઠાકોરની 43,064 મતોથી જીત થઇ છે.એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અલ્પેશે કહ્યું કે મંત્રી બનાવવા કે નહીં તે મામલે પાર્ટી નક્કિ કરશે.

ભાજપે પહેલાથી જ કહ્યું હતુ કે સીએમની ખુરશી ભૂપેન્દ્ર પટેલ પાસે રહેશે, જ્યારે અન્ય કેટલાક મંત્રીઓને પડતા મુકાય તેમ છે, તેમની જગ્યાએ અનેક નવા ચહેરાઓને સ્થાન અપાશે, કેટલીક મહિલાઓ પણ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં હશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch