Sat,27 July 2024,4:26 pm
Print
header

એક જ ગામમાં મોતનો માતમ...પીકઅપ ઉંધી વળી જતાં 18 મહિલાઓ, 1 પુરુષનું મોત

છત્તીસગઢઃ કવર્ધામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 19 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 18 મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ ચાર લોકો જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યાં છે. આ અકસ્માત પીકઅપ પલટી જવાને કારણે થયો હતો. પીકઅપમાં લગભગ 36 લોકો હતા, તે બધા તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યાં હતા. આ અકસ્માત કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાહપાનીમાં થયો હતો. પીકઅપ 30 ફૂટ ખાડામાં પડી જતા આ અકસ્માત થયો છે, દુર્ઘટના બાદ ડેપ્યુટી સીએમ વિજય શર્મા પંડારિયા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યાં હતા અને ઘાયલોની હાલત પૂછી હતી.

તમામ મૃતકો સેમરાહ ગામના રહેવાસી છે, મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અકસ્માતમાં મૃત્યુ પામેલા 13 લોકોના મૃતદેહને પંડારિયા સરકારી હોસ્પિટલમાં અને 5 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કુકદુર સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે, જ્યારે એક મૃતદેહને કવર્ધા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. જે રોડ પર આ અકસ્માત થયો તે રોડ પ્રધાનમંત્રી રોડ હેઠળ આવે છે. તે કુઇ વાયા ન્યુર અને રૂકમીદાદરને જોડે છે. આ પછી મધ્યપ્રદેશ શરૂ થાય છે. ઘટના સ્થળ દૂરના જંગલ અને પહાડી વિસ્તારમાં આવેલું છે. મોબાઈલ નેટવર્ક પણ અહીં કામ કરતું નથી.

એસપી અભિષેક પલ્લવે જણાવ્યું કે, પીકઅપ વાહન કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ બાહપાની પાસે ખાડામાં પડી ગયું હતું. પીકઅપમાં 36 લોકો હતા જેઓ તેંદુના પાન તોડવા ગયા હતા. આ અકસ્માત થયો ત્યારે બધા પાછા ફરી રહ્યાં હતા. ત્યારે અકસ્માતને કારણે અનેક પરિવારો વિખેરાઇ ગયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch