Sat,27 July 2024,2:42 pm
Print
header

નાના ચિલોડાથી મળ્યાં હથિયારો, અમદાવાદમાંથી પકડાયેલા ISISના 4 આતંકીઓ પાસેથી મળી છે આ વસ્તુઓ- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી છે.ચારેય આરોપીઓ શ્રીલંકાના નાગરિક છે. ગુજરાત એટીએસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) ના વિચારોથી આતંકીઓ પ્રેરિત છે. અબુ બકર બગદાદી દ્વારા બતાવેલ રસ્તા પર ચાલવા, મુસ્લિમ સમૂદાય સામે અત્યાચાર કરનારા હિન્દુઓ, યહૂદીઓ, ખ્રિસ્તીઓને પાઠ શીખવવા આતંકીઓ કામ કરી રહ્યાં હતા, તેમની પાસેથી પુરાવા પણ મળ્યાં છે, તેઓ BJP-RSSના લોકો પર હુમલો કરવાની યોજનામાં હતા.

આતંકીઓને અંગ્રેજી કે હિન્દી ભાષા આવડતી નથી, તેઓ તમિલ જ જાણે છે, જેથી પૂછપરછ માટે તમિલ ભાષાના જાણકારને બોલાવવામાં આવ્યાં હતા. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના કોલંબોના હતાં. પૂછપરછમાં 2 મોબાઈલ, પાસપોર્ટ, ભારત અને શ્રીલંકાની કરન્સી, આઈએસઆઈએસનો ઝંડો મળ્યો હતો. આ ચારેય પાકિસ્તાનમાં રહેતા આઈએસઆઈએસ આતંકી અબુના સંપર્કમાં આવ્યાં હતા. અબુએ શ્રીલંકન કરન્સીમાં 4 લાખ રૂપિયા તેમને આપ્યાં હતા. તેમના મોબાઈલમાં અલગ અલગ વીડિયો મળ્યાં છે. જેમાં તેઓ આઈએસઆઈએસના સભ્યો હોવાનું જણાય છે. મોબાઈલમાં કેટલાક ફોટા અને લોકેશન મળ્યાં છે, જે અમદાવાદના નાના ચિલોડાના હતા. પાકિસ્તાન  હેન્ડલરે એક જગ્યાએ હથિયાર મૂકેલા હતા અને તેના ફોટો અને લોકેશન પણ મળ્યાં છે. આ માહિતીના આધારે નાના ચિલોડામાં એટીએસ પહોંચી હતી. ત્યાંથી મોબાઈલમાં ફોટા પ્રમાણે હથિયાર મળ્યાં હતા. પિસ્ટલ પરથી સ્ટારનું નિશાન મળ્યું હતું, જે પાકિસ્તાનમાં નિશાન હોય છે. 3 પીસ્ટલ લોડેડ હતી, 20 કારતૂસ મળ્યાં હતા. નાના ચિલોડા પાસેથી લોકેશન પરથી આઈએસઆઈએસનો ઝંડો મળ્યો છે.

ગુજરાત ડીજીપી વિકાસ સહાયે કહ્યુ, "માહિતી મળી હતી કે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન નામના 4 લોકો શ્રીલંકાના નાગરિક છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે. ચારેય તેઓ આઈએસઆઈએસની વિચારધારાથી સંપૂર્ણ રીતે કટ્ટરપંથી બની ગયા છે અને તેઓ આતંકવાદી હુમલો કરવા માટે ભારતમાં આવવાના છે. પ્રાપ્ત માહિતીના આધારે વ્યૂહરચના બનાવવામાં આવી હતી. દક્ષિણ ભારત તરફથી આવતી ટ્રેનો અને ફ્લાઇટ્સની પેસેન્જર લિસ્ટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.. તે તમામ 4 ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા એક જ PNR નંબર પર ચેન્નાઈથી અમદાવાદ જઈ રહ્યા હતા, જેની પુષ્ટિ કોલંબોમાં પણ કરવામાં આવી હતી.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch