ફેશ ઓથેન્ટિકેશન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી
આ એપ્લિકેશન લોન્ચ કરનારું દેશમાં પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
બોગસ બિલિંગને રોકવા સરકારનું નવું પગલું
અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગ કૌભાંડનો રાફડો ફાટ્યો છે, ભાવનગર, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં કૌભાંડીઓ બોગસ કંપનીઓ ઉભી કરીને સરકારી તિજોરીમાંથી નાણાં લૂંટી રહ્યાં છે, જેની સામે રાજ્ય સરકાર અને સ્ટેટ જીએસટી વિભાગ સક્રિય બન્યું છે. થોડા જ મહિનાઓમાં 80 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે બોગસ બિલિંગને રોકવા માટે નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતીમાં રાજ્ય કર ભવનમાં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેમાં નવા જીએસટી નંબરો આપવામાં હવે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવશે. અરજદારોને પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ GST સેવા કેન્દ્ર ખાતે રૂબરૂ બોલાવવામાં આવશે, તેમની ખરાઇ કરવામાં આવશે, તેઓના ધંધાના ડોક્યુમેન્ટની પુરી ચકાસણી કરવામાં આવશે.ત્યાર બાદ જીએસટી નંબરની ફાળવણી જે તે અધિકારી દ્વારા કરવામાં આવશે. જે માટે આ નવી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.
અત્યાર સુધી બોયોમેટ્રીક સિસ્ટમથી નંબરોની ફાળવણી થતી હતી, હવે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમથી જીએસટી નંબર ફાળવવામાં આવશે. આ મામલે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં 12 સ્થળોએ જીએસટી સેવા કેન્દ્રો શરૂ કરાયા છે. જેમાં 6692 જેટલા ખોટા અરજદારોએ પકડાઇ જવાના ડરથી નંબર લેવાનું ટાળ્યું હતુ અને હવે વિભાગ બોગસ બિલિંગ રોકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કૌભાંડો અટકાવવામાં હવે જીએસટી વિભાગ સક્રિય છે. બોગસ બિલોનું કૌભાંડ અટકાવવા સરકાર અને સ્ટેટ જીએસટી વિભાગ કટિબદ્ધ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
અમદાવાદ પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત, 3 જવાનોનાં ઘટના સ્થળે જ મોત- Gujarat Post | 2025-03-26 11:32:50
અલ્પેશ ઢોલરિયાના નિવેદન પર વરુણ પટેલનો કટાક્ષ, કહ્યું- બાપ સમાન કોને માનવા તે દરેકનો વ્યક્તિગત નિર્ણય | 2025-03-25 14:16:51
વટવામાં બુલેટ ટ્રેનના પિલ્લર પર મુકવામાં આવેલી ક્રેન તૂટી, કર્ણાવતી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનને અસર- Gujarat Post | 2025-03-24 09:25:29
અમદાવાદમાં હિસ્ટ્રીશીટર મોહમ્મદ મુશીરની ગેરકાયદેસર મિલકતો પર ફરી વળ્યું બુલડોઝર- Gujarat Post | 2025-03-22 17:17:59
કાજલ હિન્દુસ્તાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી અપીલ, કહ્યું ગુજરાતમાં નેતાઓ મને હત્યાની ધમકી આપે છે, પોલીસ ફરિયાદ ક્યારે ? | 2025-03-20 17:03:52