Latest Ahmedabad News: શહેરમાં એક પરિણીતા ગર્ભવતી થતાં પિયર ગોમતીપુરમાં આવી હતી. તે જ્યારે સ્નાન કરવા માટે ગઈ ત્યારે બાથરૂમની બારીમાંથી મોબાઇલ વડે કોઈક વીડિયો ઉતારતું હોવાનો આભાસ થયો હતો. જેથી તેણે પાછું વળીને જોતા પડોશી શખ્સ નજરે પડ્યો હતો. બનાવ અં પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગોમતીપુરમાં રહેતી અને બી. કોમ. સુધીનો અભ્યાસ કરેલી 23 વર્ષની પરિણીતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મહિલાના વિસ્તારમાં જ બે વર્ષ પહેલા લગ્ન થયા હતા, હાલમાં મહિલા સગર્ભા હોવાથી પિયરમાં રહેવા માટે આવી હતી. મહિલા બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ આ સયયે બાથરૂમની બારીમાંથી કોઈ તેનો વીડિયો ઉતારી રહ્યો હોવાનું યુવતીને ધ્યાને આવ્યું હતું. જેથી મહિલાએ બારીમાં જોતા પાડોશમાં આવેલી ચાલીમાં રહેતો યુવક દેખાયો હતો.
જેથી બુમાબુમ કરતા પરિવારના લોકો એકઠા થતા આરોપી ફરાર થઇ ગયો હતો. યુવતી અને તેના પરિવારના સભ્યો આરોપીના ઘરે ગયા હતા પરંતું તે ઘરે હાજર મળી આવ્યો ન હતો. આ ઘટના અંગે મહિલાએ પાડોશી શખ્સ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
EDની મોટી કાર્યવાહી, અમેરિકામાં વોન્ટેડ આરોપી પાસેથી 1,646 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત | 2025-02-16 09:37:51
43 ATM કાર્ડ, 21 ચેકબુક, 15 મોબાઇલ ફોન અને PAN... ઠગોએ 10 દિવસમાં રૂ. 4 કરોડ ઉપાડી લીધા | 2025-02-15 15:05:50
અમદાવાદમાં ઉછીના પૈસા ન આપવા બાબતે મિત્રએ જ મિત્રની પથ્થર મારીને કરી ઘાતકી હત્યા | 2025-02-14 09:00:44
તમે બધા ખુશ રહેજો... પરણીતાની સ્યૂસાઇડ નોટ તમને રડાવી દેશે, પુત્રનું પણ મોત, બે બાળકીઓ હોસ્પિટલમાં | 2025-02-13 19:22:40