Mon,20 May 2024,9:20 pm
Print
header

રાઠવાએ પંજાને કહ્યું બાય બાય...50 વર્ષ સુધી 11 વખત કોંગ્રેસના ધારાસભ્ય રહ્યાં અને હવે પુત્રને ટિકિટ ન મળતા ભાજપમાં ગયા- Gujarat Post News

કોંગ્રેસને મોટો ઝટકો, વર્ષો જૂના નેતા હવે ભાજપમાં ગયા 

પુત્રને ટિકિટ ન મળતા કર્યો પક્ષપલટો 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક પછી નેતાઓ ભાજપમાં જઇ રહ્યાં છે, હવે દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ વિરોધપક્ષના નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે, અંદાજે 50 વર્ષ સુધી 11 વખત તેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યાં હતા. હવે તેમના પુત્રને ટિકિટ ન મળતા કોંગ્રેસ છોડી દીધી છે. 

કમલમમાં કેસરિયો ધારણ કરીને તેમને ભાજપના વખાણ કરતા કહ્યું કે ભાજપે આદિવાસીઓને અનેક યોજનાઓ આપી છે, આદિવાસીઓના કલ્યાણ માટે મોદી સરકારે અનેક કામો કર્યાં છે. તેઓ અનેક વખત છોટાઉદેપુરથી ધારાસભ્ય બન્યાં હતા, પરંતુ હવે કોંગ્રેસથી નારાજ થઇને તેઓ ભાજપમાં ચાલ્યાં ગયા છે. તેમના પુત્ર રાજુ રાઠવા પણ ભાજપમાં જોડાઇ ગયા છે.

જો કે અહીં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે નેતાજીએ પોતાના પુત્ર પ્રેમમાં કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch