Mon,20 May 2024,7:48 pm
Print
header

ગુજરાત ચૂંટણીમાં 4 લાખ દિવ્યાંગો અને 80 વર્ષથી વધુ વયના 9.87 લાખ મતદારોને મળશે અલગ સુવિધા- Gujarat Post News

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની થઇ જાહેરાત 

દિવ્યાંગો,  80 વર્ષથી વધુ વયના, કોવિડ-19થી સંક્રમિતો કે જેઓ મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન મથક પર આવી શકતા નથી, તેમને મળશે આ સુવિધા

વિશેષ સુવિધા ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવશે 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો, કોવિડ સંક્રમિત મતદાતાઓ અને 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરે બેસીને મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આવા મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં છે.આ વખતે મતદારોને તેમની પરિસ્થિતિને આધારે આ વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે.

આ રીતે કરી શકશે મતદાન 

દિવ્યાંગો, 80 વર્ષથી વધુ વયના વૃદ્ધો, કોવિડ-19થી સંક્રમિત લોકો કે જેઓ મતદાન કરવા માંગે છે પરંતુ મતદાન મથક પર આવી શકતા નથી, આવા મતદારો ઘરેથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકશે. જેની વીડીયોગ્રાફી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ દ્વારા ઘરે બેઠા મતદાન કરી શકાશે. આ માટે મતદારોએ ફોર્મ 12ડી જમા કરાવવાનું રહેશે.ચૂંટણી પંચની ટીમ આવા મતદારોને ફોન પર જાણ કરશે,ત્યારબાદ તેઓ ઘરે-ઘરે જઈને બેલેટ પેપર મેળવશે. 

દિવ્યાંગો અને સિનિયર સિટીઝન મળીને 14 લાખ જેટલા મતદારો 

વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની યાદીમાં કેટલાક આંકડાઓ સામે આવ્યા છે. જેમાં  4 લાખ 4 હજારથી વધુ દિવ્યાંગ મતદારો છે.9.87 લાખ મતદારો 80 વર્ષથી ઉપરની ઉંમરના છે. ગુજરાતમાં 4.90 કરોડ મતદારો છે, જ્યારે 10 હજારથી વધુ મતદારો 100 વર્ષથી ઉપરની ઉંમરના છે.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch