Mon,20 May 2024,7:16 pm
Print
header

ઝાલોદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાએ ધારણ કર્યો કેસરિયો, ગઇકાલે છોડી હતી કોંગ્રેસ - Gujarat Post News

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો પંજો છોડીને કમળની છાયામાં જવાનું નેતાઓએ યથાવત રાખ્યું છે. ગઇકાલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપનારા ઝાલોદના પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાએ આજે ભાજપમાં એન્ટ્રી કરી લીધી છે, તેઓ પ્રદિપસિંહ વાઘેલા સહિતના નેતાઓની હાજરીમાં કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે તેમના અનેક સમર્થકોએ પણ કેસરિયો ધારણ કર્યો છે.

કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણી પહેલા પાર્ટી છોડી ગયા છે, થોડા જ દિવસોમાં સિનિયર ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે, ત્યાર બાદ ભગા બારડે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, હજુ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બળવાની સ્થિતી દેખાઇ રહી છે. વધુ નેતાઓ ભાજપમાં જાય તેવું લાગી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch