Mon,20 May 2024,8:29 pm
Print
header

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 182 બેઠકોના ઉમેદવારોના નામની ચર્ચાઓ પુરી, દિલ્હીથી લાગશે મ્હોર- Gujarat Post News

ગાંધીનગરઃ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થઇ ગઇ છે, ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં 182 વિધાનસભા બેઠકોને લઇને ઉમેદવારોના નામની ચર્ચાઓ થઇ હતી, હવે 9-10 નવેમ્બરે દિલ્હીમાં ઉમેદવારોના નામો પર મ્હોર લાગશે, ટૂંક સમયમાં જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. અનેક બેઠકો એવી છે કે જ્યાં અનેક લોકોએ દાવેદારી કરી છે, બીજી તરફ સુરતની બેઠકો પર ખાસ ધ્યાન આપવામાં આવશે, અહીં પાટીદાર સમાજ પહેલાથી ભાજપના વિરોધમાં દેખાઇ રહ્યો હોવાથી આ મામલે પણ ચર્ચાઓ થઇ હતી.

ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપનું મંથન

દિલ્હીથી લાગશે અંતિમ મ્હોર

કોંગ્રેસ અને આપ પણ જાહેર કરી રહી છે નામો 

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળતા જોરદાર સમર્થનને કારણે ભાજપે આ વખતે ઉમેદવારોની પસંદગીને લઇને એલર્ટ છે, દરેક વિધાનસભા બેઠકને લઇને સાવચેતી રાખવામાં આવી રહી છે. ભાજપ કોઇ કચાસ રાખવામાં માંગતુ નથી. દરેક બેઠક પર ત્રણ નામોની પેનલ તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવશે.

આપ અને કોંગ્રેસે તેના કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, હવે ભાજપનું મનોમંથન પણ પૂર્ણ થયું છે. થોડા જ દિવસમાં જ ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.

ttps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch