Mon,20 May 2024,9:42 pm
Print
header

બે દિવસમાં કોંગ્રેસને બીજો મોટો ફટકો, ભગાભાઈ બારડે કેસરિયો કર્યો ધારણ- Gujarat Post

મંગળવારે મોહનસિંહ રાઠવા જોડાયા ભાજપમાં 

કોંગ્રેસને ટાટા ગુડબાય કરીને વધુ એક ધારાસભ્યએ ધારણ કર્યો કેસરિયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બે દિવસમાં કોંગ્રેસને બીજો મોટો ફટકો લાગ્યો છે. મોહનસિંહ રાઠવા બાદ આજે ભગાભાઈ બારડે રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને રાજીનામું સોંપ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. ભગાભાઈ બારડ આહિર નેતા છે અને ભાજપની નજર આદિવાસી બાદ આ મતો પર હોવાથી તેમને ભાજપમાં લાવવામાં આવ્યા છે.

તલાલાના ધારાસભ્ય ભગાભાઈના રાજીનામા બાદ કોંગ્રેસના ટોચના નેતાઓમાં દોડધામ મચી ગઈ છે અને તેઓ મનોમંથનમાં લાગી ગયા છે. કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોષીએ કહ્યું કે પક્ષ છોડી રહેલા ધારાસભ્યોએ જ જાહેર કરવું જોઈએ કે શા માટે પક્ષ છોડી રહ્યાં છે. ભાજપ તોડફોડની રાજનીતિ કરે છે. ગઇકાલે મોહન રાઠવા બાદ વધુ એક નેતાએ કેસરિયો ધારણ કર્યો છે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch