Tue,21 May 2024,11:35 pm
Print
header

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રીવાબાના સસરાએ ભાજપની વિરુદ્ધમાં કર્યું મતદાન ? નયનાબાએ કહ્યું, રીવાબા ભાભી તરીકે ખૂબ સારા છે પણ...

જાડેજા પરિવારમાંથી રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના બહેન નયનાબા જાડેજાએ કર્યું મતદાન

રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજાએ કહ્યું કે તેઓ કોંગ્રેસ સાથે છે,પાર્ટીનો મામલો પરિવારથી સાવ અલગ છે

રાજકોટઃ ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ મેદાનમાં છે. રિવાબા જામનગર ઉત્તરમાંથી ભાજપના ઉમેદવાર છે. આ બંને દિગ્ગજોએ આજે ​​સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જાડેજા પરિવાર તરફથી રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમની બહેન નયનાબા જાડેજાએ પણ મતદાન કર્યું છે.મતદાન કર્યા બાદ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજાએ કહ્યું હતુ કે તેઓ કોંગ્રેસ સાથે છે. પાર્ટીનો મામલો પરિવારથી સાવ અલગ છે. જ્યારે તેમના પુત્રવધુ જામગનરથી ભાજપના ઉમેદવાર છે.

જાડેજા પરિવારમાં ભાજપ-કોંગ્રેસ થઇ ગયું 

એક પરિવાર અલગ અલગ પાર્ટીઓ સાથે 

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમની પુત્રવધૂ રીવાબા જાડેજા ભાજપમાંથી ચૂંટણી લડવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ સાથે છું. પાર્ટીની બાબતો પારિવારિક બાબતોથી અલગ છે. અમારે અમારી પાર્ટી સાથે જોડાયેલા રહેવું જોઈએ અને હું વર્ષોથી તેમની સાથે છું. તેમને ખબર છે કે તે પાર્ટીની બાબત છે, પરિવારમાં કોઈ સમસ્યા નથી.

રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ કહ્યું કે આવું પહેલીવાર નથી થઈ રહ્યું. જામનગરમાં ઘણા પરિવારોના સભ્યો જુદા-જુદા પક્ષો માટે કામ કરી રહ્યાં છે. વ્યક્તિએ પોતાની વિચારધારાથી સંતુષ્ટ હોવું જોઈએ અને પોતાની રીતે 100 ટકા મહેનત કરવી જોઈએ. જે વધુ સારું છે તે જીતશે. જાડેજાએ કહ્યું કે ચૂંટણી અને રાજકારણને કારણે મારા ભાઈ પ્રત્યેનો મારો પ્રેમ ઓછો નહીં થાય. મારી ભાભી હવે ભાજપના ઉમેદવાર છે. તે ભાભી તરીકે ખૂબ સારા છે. પરંતુ મારી વિચારધારા કોંગ્રેસની છે અને હું કોંગ્રેસમાં જ રહીશે. 

રીવાબા જાડેજાએ જીતનો દાવો કર્યો 

અગાઉ રીવાબા જાડેજાએ મતદાન બાદ કહ્યું હતું કે એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાના લોકો હોઈ શકે છે. મને જામનગરની જનતામાં વિશ્વાસ છે, અમે વિકાસ પર ધ્યાન આપીશું અને આ વખતે પણ ભાજપ સારા માર્જિનથી જીતશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch