ભાવનગરઃ બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સનસનટી મચી ગઇ છે. તળાવમાં કપડાં ધોવા ગયેલી એક બાળકી ન્હાવા પડી હતી તેને બચાવવા માટે અન્ય બાળકીઓ તળાવમાં છલાંગ લગાવી હતી. આ દુર્ઘટનામાં પાંચમાંથી ચાર બાળકીઓના મોત નીપજ્યાં છે, જેથી આ પરિવારોમાં માતમ છવાયો છે. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતા તળાવમાં ડૂબી રહેલી બાળકીઓને બચાવવાની કામગીરી હાથધરી હતી, જેમાંથી એક બાળકીને બચાવી શક્યાં હતા.
ભાવનગર શહેરના મફતનગર વિસ્તારની રહેવાસી પાંચ બાળકીઓ બોર તળાવમાં કપડા ધોવા ગઈ હતી. તળાવમાં એક બાળકી ન્હાવા પડતા ડૂબી રહી હતી, તેને બચાવવા માટે અન્ય બાળકીઓએ તળાવમાં ઝંપલાવ્યું હતું. જેમાં એક જ પરિવારની ત્રણ બાળકીઓ ડૂબી ગઇ હતી, એક જ પરિવારની ત્રણમાંથી 2 દીકરીનાં મોત થતા પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું.
મૃતકોમાં કોમલ મુન્નાભાઈ ચારોડીયા, રાશિ મનીષભાઈ ચારોડીયા, ઢીંગી વિજયભાઈ પરમાર અને અર્ચના હરેશભાઈ ડાભીનો સમાવેશ થાય છે. જયારે કિંજલ ચારોડિયા નામની બાળકીનો બચાવ થયો છે. ચારેય બાળકીઓના મોતથી ગામમાં માતમ છવાયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ - Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
રૂ.1.12 કરોડની કિંમતનું બાળકોનું રમવાનું ચલણ અને નકલી સોનાના બિસ્કિટ...છેતરપિંડી કરનાર ગેંગની આ હતી મોડસ ઓપરેન્ડી | 2025-02-15 14:14:50
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો | 2025-02-14 19:22:37
ટ્રમ્પે પીએમ મોદીને લગાવ્યાં ગળે, ખુરશી પાછી ખેંચીને તેમને બેસાડ્યાં, કહ્યું- મને મોદીની ખૂબ યાદ આવે છે | 2025-02-14 09:24:37
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35