Tue,21 May 2024,6:05 pm
Print
header

અલ્લા હુ અકબર, રાજકોટમાં મુસ્લિમ મતદારોને રિઝવવા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ લગાવ્યાં અલ્લા હુ અકબરના નારા- Gujarat Post

મારા પર મહાદેવની અને અલ્લાહની દયાઃ રાજ્યગુરૂ 

લોહી કાઢો ત્યારે બધું એક જ છે, એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય

હું સોમનાથ અને અજમેર જાઉ છું ત્યારે મને સરખો આનંદ આવે છે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કા અંતર્ગત 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે રાજકોટમાં મુસ્લિમ મતદારોને રીઝવવા કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલે અલ્લાહુ અકબરના નારા લગાવ્યાં હતા. સામે ભાજપે પણ હિન્દુત્વનું કાર્ડ શરૂ કરી દીધું છે, અમિત શાહે ગોધરા રમખાણો યાદ કરાવીને હિન્દુઓના વોટ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધતા, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલે તેમના મતક્ષેત્રના લઘુમતી વિસ્તારમાં જાહેર સભામાં અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યાં હતા, તેમણે કહ્યું કે, ‘અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે, મારી દ્રષ્ટિએ મહાદેવ અને અલ્લાહ એક જ છે’ આટલું બોલ્યાં બાદ અલ્લાહુ અકબરના નારા લગાવ્યાં હતા.

તેમણે કહ્યું, મારે બે નારા એક સાથે બોલવા છે,  હું અલ્લાહ હું અકબર બોલું તમે મહાદેવ બોલજો. આપણને જુદા કરવા માંગે છે એ લોકોને ખબર પડવી જોઈએ કે અમે માણસો છીએ. ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન વાયરલ થતાં જ ભાજપ અને ધાર્મિક નેતાઓ તેમના નિવેદનની ટિકા કરી રહ્યાં છે.ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch