Tue,21 May 2024,5:20 pm
Print
header

વિરોધીઓને કહ્યું તમારા ઠેકાણાં પણ નહીં રહે, જયરાજસિંહ જાડેજા જીવે છે ત્યાં સુધી પરિવાર સિવાય કોઈને ટિકિટ નથી મળવાની

ગોંડલ બેઠકને લઇને અગાઉ ગોંડલ અને રિબડા હતુ આમને- સામને

ભાજપમાંથી જયરાજસિંહ જાડેજાના પત્નીને મળી છે ટિકિટ

રીબડાના અનિરૂધ્ધસિંહને ભાજપે ન આપી ટિકિટ 

રાજકોટઃ ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ સ્ટેજ પરથી વિરોધીઓને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યાં છે. વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે, આ ગામમાં આગેવાનીમાં મેં શું ઘટવા દીધું છે, તમારા ગામનો કાલ સવારનો છોકરો સહદેવ કે જેને ઉપાડીને હું જિલ્લા પંચાયતમાં લઈ ગયો હતો અને તેને કારોબારીનો ચેરમેન બનાવ્યો હતો. જ્યારથી પંચાયત રાજ આવ્યું છે ત્યારથી ઘરાસિયાનો દીકરો જિલ્લા પંચાયતનો પહેલીવાર ચેરમેન બન્યો છે. એ બધું ભૂલાઈ ગયું છે ? ? 

પહેલા તો વડીલોને ઠપકો આપ્યો કે જ્યારે તમારા ગામમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તમે વડીલો તરીકે શું ભૂમિકા ભજવી ? શું તમે એને ઠપકો આપ્યો ? એને મેં ઉપાડીને જિલ્લામાં મુક્યો. મુખ્ય પોસ્ટ પર મુક્યો. એવી રીતે સિદ્ધરાજને મેં ઉપાડીને તાલુકામાં ચેરમેન બનાવ્યો. જયરાજસિંહ જાડેજા સામે ટિકિટ માંગવા નીકળ્યાં હતા તમે, તમારી હેસિયત શું છે ? જયરાજસિંહ જાડેજા જીવે છે ત્યાં સુધી પરિવાર સિવાય કોઈને ટિકિટ મળવાની નથી,લખવું હોય ત્યાં લખી લો. જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં ઘરડો થઈ ગયો છે અને લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો છે. તેમને રિબડાના તેમના વિરોધીઓ પર પ્રહાર કર્યાં છે.

જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, વડીલ તરીકેની ભૂમિકા ભજવવાની હોય અને તે ચૂકી જવાય તે બંને વસ્તુની નોંધ છે.ગામના ક્ષત્રિય આગેવાનોએ મારી પાસે આવવું જોઈએ અને કહેવું જોઈએ કે મારા છોકરાઓની ભૂલ છે. કેમ કોઈ બોલ્યાં નહીં ? કેમ છાનામૂના બેઠા બધા ? કોઈને વહેમ હોય કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું તો ભૂલી જજો, 1998 જે જયરાજસિંહ જાડેજા હતો એજ જયરાજસિંહ જાડેજા છે. એમાં જરા પણ શંકા રાખતા નહીં.

ગુજરાતમાં પ્રથમ તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને ગણતરીના કલાકો છે, ત્યારે નેતાઓના આવા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch