Mon,20 May 2024,10:44 pm
Print
header

ગુજરાતમાં ચૂંટણી પહેલા હિન્દુત્વનું કાર્ડ, કેબિનેટ બેઠકમાં સમાન સિવિલ કોડ પ્રસ્તાવ પાસ- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થાય તે પહેલા રાજ્યની ભાજપ સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવ પાસ કરી દીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું, રાજ્યમાં સમાન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ- હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું, નાગરિકોની માંગોને લઇને સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ મામલે નિર્ણય લેવાયો છે, રાજ્યમાં તમામ નાગરિકો માટે એક સમાન કાયદો હોય તે માટે બંધારણના પ્રકરણ 4 ની કલમ 44 અંતર્ગત કમિટીની રચના કરવામાં આવશે.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે 
તમામ ધર્મના લોકો માટે એક જ નિયમ હશે
છૂટાછેડા લેવા માટે એક જ કાયદો
બાળક દત્તક લેવા માટે કે બાળક કસ્ટડી માટે એક કાયદો
લગ્ન, લગ્નની ઉંમર માટે એક સમાન કાયદો
પરિવારની સંપત્તિના ભાગ માટે એક જ કાયદો

પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે રામ મંદિર, કાશ્મીરમાંથી ધારા 370 હટાવવી, યુનિફોર્મ સિવિલ કોડ જૂના મુદ્દા છે. જો કે પ્રથમ બંને મુદ્દાઓનું સમાધન થઇ ગયું છે. પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ પર ઘણા સમયથી વિચારણા થઇ રહી છે. ઘણા નાગરિકો યુનિફોર્મ સિવિલ કોડને અભાવે અન્યાય સહન કરતા હતા. દાયકાઓથી યુનિફોર્મ સિવિલ કોડને લઈને લોકોના મનમાં અસંતોષ હતો. પરંતુ હવે ભાજપ સરકાર તેમાં બદલાવ કરશે, દેશમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓના પર્સનલ લો છે, પરંતુ બધા જ નાગરિકો માટે એક સમાન કાયદા બનાવવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch