Tue,21 May 2024,8:02 pm
Print
header

ભાજપે 160માંથી 14 મહિલાઓને આપી ટિકિટ, રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જામનગર ઉત્તરથી લડશે ચૂંટણી- Gujarat Post News

જામનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. કુલ 160 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે. જેમાં કેટલાક ચોંકાવનારા નામો છે, જ્યારે અમુક દિગ્ગજોની ટિકિટ કાપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને જામનગર ઉત્તરથી ટિકિટ મળી છે.

રિવાબા જાડેજા ત્રણ વર્ષ પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેઓ મૂળ રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.

રિવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રિવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે જ્યારે જામનગરમાં ઘર છે. રિવાબાએ ભાજપ જોઈન કર્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે રિવાબા ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવું એક સારો ફાયદો થઈ શકે છે. રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજા અને બહેન નૈના બહેન પણ રાજનીતિમાં છે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch