Mon,20 May 2024,10:44 pm
Print
header

દહેગામમાં વિરોધ બાદ આપનો નિર્ણય, યુવરાજસિંહની જગ્યાએ હવે સુહાગ પંચાલને ઉતાર્યાં મેદાનમાં- Gujarat Post News

ગાંધીનગરઃ પેપર ફોડ ગેંગને ઉજાગર કરીને ભાજપ સરકારની ઉંઘ ઉડાવી દેનારા યુવા નેતા યુવરાજસિંહને આપે દહેગામ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંતુ સ્થાનિક કક્ષાએ તેમનો વિરોધ શરુ થઇ જતા આપે યુવરાજની જગ્યાએ હવે સુહાગ પંચાલનું નામ જાહેર કર્યું છે, જેઓ સ્થાનિક આપના કાર્યકર્તા છે.  

આપે આજે તેની 12 મી યાદી જાહેર કરી હતી, તે સાથે જ 151 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે, આપ ગુજરાતમાં તમામ 182 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

આજે 7 ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે, જેમાં દહેગામથી સુહાગ પંચાલ, અંજારથી અર્જન રબારી, ચાણસ્માથી વિષ્ણુ પટેલ, લીમડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સ્વેજલ વ્યાસ, ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch