Tue,21 May 2024,9:43 pm
Print
header

ગોંડલમાં પોલીસ કાફલો ઉતારી દેવાયો, અનિરુદ્ધસિંહે કહ્યું મોદી-શાહ મને માફ કરજો, જયરાજસિંહની કાઢી ઝાટકણી

હવે અમારા સન્માનની વાત આવી છે, જયરાજ મારા પિતાને તું તારી કરે છેઃ અનિરુદ્ધસિંહ 

જયરાજસિંહ જુગારની ક્લબો ચલાવતા હતા, પોલીસ હપ્તા લેવા જતી હતીઃ અનિરુદ્ધસિંહ 

ગોંડલઃ જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ વચ્ચે શાબ્દીક યુદ્ધ વધી રહ્યું છે, જયરાજસિંહે જોઇ લેવાની ધમકી આપ્યાં બાદ આજે રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગોંડલના જયરાજસિંહને ખુલ્લી ચેતવણી આપી છે, તેમને કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઇને મારૂં સમર્થન છે, હું હવે કોંગ્રેસની સાથે છું, મોદી અને શાહની માફી માંગુ છું, ગોંડલ બેઠક પર જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજાને ટિકિટ આપી છે. અગાઉ રિબડા પરિવારે આ ટિકિટ માંગી હતી.

અનિરૂદ્ધસિંહે કહ્યું કે મને ગોંડલની જનતા પર વિશ્વાસ છે, આ વખતે જયરાજસિંહને હરાવવાના છે. તેઓ દલિત વિરોધી છે અનેક દલિકોને માર માર્યો છે, 8 તારીખે ગોંડલ તાલુકામાં લાપસીના આંધણ મૂકાશે, ભાજપના ઉમેદવારને હરાવવા રિબડા તૈયાર છે. અનિરૂદ્ધસિંહે કહ્યું કે હું ગોંડલમાં ઓફિસ બનાવીને જનતાની સેવા કરીશ, કોઇની દાદાગીરી ચાલશે નહીં.
  
ચૂંટણી એજન્ટ બનવાનું અનિરુદ્ધસિંહ જાડેજાનું ફોર્મ અમાન્ય

ગોંડલમાં પોલીસના ધાડા ઉતારાયા 

કોંગ્રેસને સમર્થન બાદ રીબડાના ચૂંટણી એજન્ટ બનવાનું અનિરુદ્ધસિંહ જાડેજાનું ફોર્મ અમાન્ય ઠેરવાયું છે. પોલીસ અભિપ્રાયને આધારે અનિરુદ્ધસિંહ જાડેજાનું ફોર્મ અમાન્ય કરાયું છે. ભાજપના ગીતાબા જાડેજાએ પતિ જયરાજ સિંહને બદલે પુત્ર જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ જાડેજાને ચૂંટણી એજન્ટ બનાવ્યાં છે, કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઈને પોલીસ રક્ષણ અપાયું છે. ગોંડલ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં બે ક્ષત્રિય અગ્રણી બાહુબલી જૂથ વચ્ચે ચાલતા ગજગ્રાહમાં નવો ફણગો આવ્યો છે.

ચૂંટણી પંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ ઉભા કરી દેવાયા છે. ઉપરાંત SRP અને CRPFની અનેક કંપનીઓ તૈનાત કરાવવામાં આવી છે. ગોંડલના ભુણાવા ગામમાં યોજાયેલી સભામાં જયરાજસિંહે વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જયરાજસિંહ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગોંડલ બેઠક પર જયરાજસિંહના પરિવારને જ ટિકિટ મળશે. તેમણે સ્ટેજ પરથી જાહેરમાં વિરોધીઓના સરનામા વીંખી નાખવાની ધમકી આપી હતી. આ વીડિયો વાયરલ થતા ચૂંટણી પંચ એલર્ટ મોડ પર આવી ગયું છે.

ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ગોંડલ વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપી હતી. રેન્જ IGએ જણાવ્યું કે, ગોંડલ બેઠક સૌરાષ્ટ્રની સંવેદનશીલ બેઠક છે. ચૂંટણી પંચની સૂચના બાદ ગોંડલ બેઠક વધુ પોલીસ ફોર્સ ઉતારી દેવાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch