Tue,21 May 2024,1:13 am
Print
header

મુખ્યમંત્રી પદેથી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું, 12 તારીખે ભવ્ય શપથવિધી બાદ બનશે નવી સરકાર

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપે 182 માંથી 156 બેઠકો જીતીને ઇતિહાસ સર્જી દીધો છે, અને આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળે રાજીનામું આપ્યું છે, ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રાજીનામું આપવા પહોંચ્યાં હતા. હવે 12 તારીખે ગાંધીનગરમાં ભાજપની નવી સરકારની ભવ્ય શપથવિધી યોજાશે.

આવતીકાલે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે

મુખ્યમંત્રીની સાથે તેમની કેબિનેટે પણ રાજીનામું આપ્યું છે, ભૂપેન્દ્ર પટેલ રાજીનામું આપવા ગયા ત્યારે તેમની સાથે દંડક પંકજ દેસાઇ, હર્ષ સંઘવી, રૂષિકેશ પટેલ, સી.આર.પાટીલ હાજર હતા. હવે 12 તારીખે હેલિપેડ ગ્રાઉન્ડ પર પીએમ મોદી,અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સહિતની હસ્તીઓની  હાજરીમાં નવા મંત્રીઓ શપથ લેશે. નવી કેબિનેટમાં અગાઉ પડતા મુકાયેલા સિનિયર નેતાઓને પાછા લેવામાં આવે તેવી શક્યતા છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch