Mon,29 April 2024,11:09 pm
Print
header

ભૂવો જેલમાં...ધાર્મિક વિધિના બહાને બળાત્કાર કરીને રૂપિયા 14 લાખની છેતરપિંડી કરી

સુરતઃ આજકાલ લોકો કોઈ ને કોઈ સમસ્યાથી પરેશાન છે. સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે લોકો જુદી જુદી યુક્તિઓ પણ અપનાવે છે અને પછી તાંત્રિકો અને ભૂવાઓની જાળમાં ફસાઈ જાય છે. પરિણામ એ છે કે વ્યક્તિ સમસ્યામાંથી છૂટકારો મેળવતો નથી, તેના બદલે વ્યક્તિ છેતરપિંડીનો શિકાર બને છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો છે.

સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલા ભૂવાના સંપર્કમાં આવી હતી. આર્થિક રીતે ત્રસ્ત મહિલાએ મંદિરના ભૂવાને પોતાની દુર્દશા જણાવી અને ભૂવાએ મહિલાને કહ્યું કે તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે ધાર્મિક વિધિ કરવી પડશે.

મહિલા ભૂવાની વાત સાથે સંમત થઈ ગઇ અને ધાર્મિક વિધિ કરવા માટે થોડા થોડા કરીને 14 લાખ રૂપિયા આપી દીધા હતા. આ પછી ધાર્મિક વિધિના ભાગરૂપે મંદિરના ભુવાએ મહિલાને નિર્વસ્ત્ર કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ મહિલાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. તેને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં મંદિર ભુવા સામે બળાત્કાર અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આ પછી પોલીસે ભૂવા કલ્પેશ કોરાટની ધરપકડ કરી હતી. સુરત પોલીસના એસીપીના જણાવ્યાં અનુસાર મહિલાએ 9 એપ્રિલે સરથાણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી. આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 376 અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

સગાંવહાલાં તેમને ભૂવા પાસે લઈ ગયા હતા

ફરિયાદી મહિલાએ જણાવ્યું કે તે જે સોસાયટીમાં રહે છે તેની સામે તેના સંબંધીઓ પણ રહે છે. તે સરથાણા સ્ટેશન હેઠળના મંદિરમાં દર્શન માટે જતા હતા. તેમને મહિલાને કહ્યું કે જો તમે પણ મંદિરમાં દર્શન કરવા જશો તો તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આ પછી ફરિયાદી મહિલા મંદિરે દર્શન માટે જતી હતી.

મહિલા સાથે ફરી છેતરપિંડી થઈ હતી

આ દરમિયાન આરોપી ભૂવા અને તેની પત્નીએ ફરિયાદી મહિલાને કહ્યું કે, તમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેને સુધારવા માટે ધાર્મિક વિધિ કરવામાં આવશે. તેમાં થોડો ખર્ચ થશે. આ બહાને તેઓએ પીડિતા પાસેથી 14 લાખ રૂપિયા પડાવ્યાં હતા. વિધી કરવાના બહાને મહિલાને નિર્વસ્ત્ર કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે ગુનો નોંધી આરોપી કલ્પેશ કોરાટની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch