Thu,16 May 2024,1:53 pm
Print
header

જુઓ વીડિયો, બિહારમાં ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર થોડી વાર માટે ડગમગી ગયું

પટનાઃ જીડી કોલેજ બેગુસરાયથી ટેકઓફ કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર વધારે પવનને કારણે ડગમગી ગયું હતુ, હેલિકોપ્ટર પશ્ચિમ તરફ પટના તરફ ઉડવાનું હતું, પરંતુ તે પશ્ચિમ તરફને બદલે પૂર્વ તરફ ફંગોળાઈ ગયું હતું.

આ પછી હેલિકોપ્ટર ઉપર ઉડવાને બદલે, લગભગ બે ફૂટ નીચે આવી ગયું, પરંતુ પાઇલટે તેને નિયંત્રિત કરી લીધું હતુ, પછી પશ્ચિમ તરફ સીધું ફ્લાઈટ કર્યું હતું. આ દ્રશ્યો જોઈને સુરક્ષા અધિકારીઓ ચિંતામાં મુકાઇ ગયા હતા.

પટના પહોંચ્યા બાદ હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. આ બનાવમાં અમિત શાહ અને હેલિકોપ્ટર સુરક્ષિત છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch