Mon,06 May 2024,5:30 pm
Print
header

નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post

અમદાવાદઃ સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. હવે થોડા દિવસ ગુમ થયા બાદ નિલેશ કુંભાણીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે હું મોવડી મંડળના સંપર્કમાં જ હતો, મારી બાબુભાઈ માગુંકિયા સાથે પણ વાત થઈ હતી. મે સગા સંબંધીઓને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કંઇ ડરવાની જરુર નથી. બધાનો સાથ લઈને કોર્ટમાં પીટીસન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો હતો, પરંતુ કોના ઈશારે કોંગ્રેસના કાર્યકરો મારા  ઘરે આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તે પણ તપાસનો વિષય છે.

નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂતાતને આડે હાથ લઈને કહ્યું હતું કે, દૂધાત મારો ફોન ઉપાડતા ન હતા. ફોર્મ ભરતા સમયે દૂધાત હાજર રહ્યાં ન હતા. કોંગ્રેસ નેતા પર આક્ષેપ કરતા નિલેશ કુંભાણીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા. બુથની માહિતી પણ કોંગ્રેસના નેતાઓ આપતા ન હતા. કુંભાણીએ જણાવ્યું કે જે અત્યારે વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા, અમારી સભામાં કે ડોર ટુ ડોર પ્રચારમાં આગેવાનો અમારી સાથે આવ્યાં ન હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

કુંભાણીએ વીડિયોમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી માટે મને એકલો મુકી દીધો હતો, હું એકલો જ પ્રચાર કરતો હતો. અત્યારે જે આગેવાનો વિરોધ કરે છે તે ફૂટી ગયેલા છે. 2017માં મારી ટિકિટ આવી અને કપાય ગઈ ત્યારે ભાજપમાંથી મને ઓફર હતી, તેમ છતાં મેં કોંગ્રેસ પાર્ટીને નુકસાની જાય તેવું નિવેદન આપ્યું ન હતું કે કોઇ કામ કર્યું ન હતું. જો કે હવે ટેકેદારોના ગુમ થયા મામલે કુંભાણી સ્પષ્ટતા કરી શક્યાં નથી, તેઓએ જ ભાજપને મદદ કરી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch