ઝારખંડઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યાં છે અને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી ED એ જંગી રોકડ જપ્ત કરી છે. આ રકમ 30 કરોડ હોવાનો અંદાજ છે. આ ચલણી નોટો ગણવાના મશીનો મંગાવ્યાં હતા.
EDએ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર કે રામની કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં મંત્રી આલમગીર આલમની સંડોવણીના કેટલાક પુરાવા મળ્યાં છે.
રાંચીમાં વિકાસ કુમારના ઘરે EDના દરોડા ચાલુ છે. વિકાસ કુમાર માર્ગ બાંધકામ વિભાગમાં એન્જિનિયર છે. ED કરોડો રૂપિયાના લાંચ કેસની તપાસ કરી રહી છે. આ કિસ્સામાં માહિતી મળી હતી કે મંત્રી આલમગીર આલમના વિભાગમાં ઘણી ગેરરીતિઓ ચાલી રહી છે. મંત્રીના પ્રાઈવેટ સેક્રેટરીના નોકરના ઘરે આટલી રોકડ મળી આવતા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સાંસદ ધીરજ સાહુના ઠેકાણામાંથી રૂ. 350 કરોડથી વધુની રોકડ મળી આવી
અગાઉ ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના પરિષરમાં કાર્યવાહી કરતી વખતે ED એ 350 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. તપાસ એજન્સી દ્વારા આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તીની કાર્યવાહી માનવામાં આવી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી: તિલક વર્મા કેપ્ટન | 2026-05-14 16:47:14
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16