Sun,19 May 2024,1:04 pm
Print
header

લોકસભા ચૂંટણીઃ કચ્છ-મોરબી સીટ પર 3500 ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા કાર્યરત રહેશે- Gujarat Post

ગુજરાતની 25 સીટો માટે મતદાન

ક્ષત્રિયોની મોટી વસ્તી વાળી સીટો પર નજર રહેશે

કચ્છઃ લોકસભા ચૂંટણીના (lok sabha elections) ત્રીજા તબક્કાના મતદાન (3rd phase voting) અંતર્ગત ગુજરાતની 25 સીટ પર આવતીકાલે મતદાન યોજાશે. રાજકોટથી ભાજપના ઉમેદવાર (Rajkot lok sabha seat bjp candidate) પરશોત્તમ રૂપાલાની (parshottam rupala) વિવાદિત ટિપ્પણીને પગલે ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. તેઓએ માંગ કરી હતી કે ભાજપ (bjp) રૂપાલાની ટિકિટ રદ કરે પરંતુ ભાજપે પીછેહઠ ન કરી, જેના પગલે ક્ષત્રિયોએ વોટને જ તલવારની જેમ ઉપયોગમાં લેવાનો સંકલ્પ કર્યો છે.

ક્ષત્રિય સમાજની નારી અસ્મિતા (nari Asmita) લડાઈને લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શ્રી રાજપુત ગુજરાત કરણી સેનાએ (shree Rajput gujarat karni sena) નિર્ણય કર્યો છે. કચ્છ-મોરબીની સીટ (kutch morbi lok sabha seat) પર 3500 રાજપુત ક્ષત્રિય સમાજના યુવાનો કાર્યરત રહીને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવશે.

શ્રી રાજપુત ગુજરાત કરણીસેના સહપ્રવક્તા કે.ડી.જાડેજાએ જણાવ્યું કે, નારી અસ્મિતાની લડાઈ ચાલુ જ રહેશે. મહિલાઓનું અપમાન જરા પણ ચલાવી નહીં લેવાય. કચ્છ મોરબીના મત વિસ્તારમાં 3500 જેટલા રાજપુત ક્ષત્રિય સમાજના ભાઈઓ વિવિધ બુથ કેન્દ્રો બહાર કેસરિયા સાફા સાથે કાર્યરત રહેશે.

જેઓ મતદાતાઓને નારી શક્તિનું જે અપમાન કર્યું છે તે અંગે જણાવશે. તેમજ સમાજ સાથે રહેવાની અપીલ કરશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં તમામ જગ્યાએ સમાજના કાર્યકરો રહેશે. કચ્છ- મોરબીની હદમાં સાત વિધાનસભા મત ક્ષત્રમાં 1,70,000 ક્ષત્રિયોની વસ્તી છે ત્યારે આ અસ્મિતાની લડાઈમાં આ વખતે કેટલુ મતદાન ભાજપ તરફે કે વિરુદ્ધ થશે તે જોવું રહ્યું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch