Mon,06 May 2024,9:51 am
Print
header

નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post

સુરતઃ લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા (lok sabha elections 2024 3rd phase voting) માટે સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. તે પહેલા જ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર (surat lok sabha congress candidate) નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થતા અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઇ છે.

નિલેશ કુંભાણી ભૂગર્ભમાં (under ground) ઉતરી ગયા છે. હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન નિલેશ કુંભાણીને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. કુંભાણી ગુજરાત બહાર ભાગી ગયા છે અને છેલ્લા 2 દિવસથી મુંબઈમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

બીજી તરફ અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું છે કે 'હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. હું તેનો સ્મશાન સુધી પીછો કરીશ.

પ્રતાપ દુધાતે વધુમાં કહ્યું કે 'નિલેશ કુંભાણી એ પીઠમાં ખંજર માર્યું છે, કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. ઉપરાંત અમરેલી કોંગ્રેસ પ્રમુખે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની વાત પર જણાવ્યું હતું કે 'જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો જોરદાર વિરોધ કરાશે.

ગઈકાલે કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના ઘરે પહોંચીને 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' તેવા બેનર લઈને દેખાવ કર્યો હતો, સુરત લોકસભામાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતા. ત્યાર બાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા ભાજપ (BJP)ના મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch