Sat,18 May 2024,12:15 pm
Print
header

ફરીથી ભારત સરકાર પર આરોપ, કેનેડામાં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ

ત્રણેય લોકો લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા હોવાનો દાવો

લોરેન્સ ગેંગને હત્યાનું કામ અપાયું હોવાનો દાવો

ઓટાવાઃ કેનેડિયન પોલીસે શુક્રવારે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ધરપકડ કરાયેલા લોકો લોરેન્સ ગેંગના સભ્યો છે જેને ગયા વર્ષે ભારત સરકારે નિજ્જરને મારવાનું કામ સોંપ્યું હતું.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવ્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત કહીને ફગાવી દીધા હતા. પોલીસે કેનેડાના બે પ્રાંતોમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન શુક્રવારે આ લોકોની ધરપકડ કરી હતી. થોડા મહિનાઓ પહેલાં પોલીસે આ લોકોની ઓળખ નિજ્જરની હત્યામાં સામેલ લોકોના જૂથ તરીકે કરી હતી અને પોલીસ તેમના પર નજર રાખી રહી હતી.

બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની જે દિવસે હત્યા કરવામાં આવી હતી તે દિવસે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ લોકો શૂટર, ડ્રાઈવર તરીકે કામ કરતા હતા.

ભારતીય નાગરિક તરીકે ઓળખ

કોર્ટના દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે કરણપ્રીત સિંહ, કમલપ્રીત સિંહ અને કરણ બ્રાર પર નિજ્જરની હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. ગ્લોબલ ન્યૂઝના અહેવાલમાં શંકાસ્પદ લોકોની ઓળખ ભારતીય નાગરિકો તરીકે કરવામાં આવી છે. નિજ્જરની હત્યા એક વર્ષ પછી કેનેડિયન પોલીસે શુક્રવારે ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch