Sat,18 May 2024,12:15 pm
Print
header

બ્રાઝિલમાં સૌથી વધુ વરસાદ બાદ ભૂસ્ખલન, 37 લોકોનાં મોત થઇ ગયા

બ્રાઝિલિયાઃ બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 37 લોકોનાં મોત થઇ ગયા છે. અહીંની સરકારે અહીંનો અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવ્યું છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે.

રાજ્યપાલ અને રાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી

વરસાદ અને ભૂસ્ખલનથી લોકોની ચિંતા વધી ગઇ છે. ધરાશાયી થયેલા મકાનો, પુલ અને રસ્તાઓના કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોએ બચાવ માટે કામગીરી હાથધરી છે. આ પરિસ્થિતિને જોતા ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. કહ્યું કે અમે અમારા ઇતિહાસની સૌથી ખરાબ આપત્તિનો સામનો કરી રહ્યાં છીએ. કામગીરી ચાલુ છે અને હજુ મૃત્યુઆંક વધી શકે છે. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અસરગ્રસ્ત વિસ્તારને જરૂરી સહાય પૂરી પાડશે.

600થી વધુ જવાનો રાહત કાર્યમાં જોડાયા

બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે 626 સૈનિકો સાથે 12 એરક્રાફ્ટ, 45 વાહનો અને 12 બોટ તૈનાત કરીને સંઘીય સહાય પહેલેથી જ એકત્રિત કરવામાં આવી છે. રસ્તાઓ સાફ કરવા, ખોરાક, પાણી અને ગાદલા જેવા આવશ્યક પુરવઠોનું વિતરણ અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવી રહ્યાં છે.

રાજ્યની મુખ્ય નદી ગુઆઇબા ચિંતાજનક સ્તરે પહોંચી શકે છે. જો આમ થાય તો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. આગાહી એજન્સીઓએ ખતરાની ચેતવણી જારી કરી છે. વરસાદને કારણે આસપાસના વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું છે. પરિસ્થિતિને જોતા જ્યાં જોખમ વધારે છે તે લોકોને સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું છે. લોકોને પીવાનું પાણી પણ મળતું નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch