Sun,19 May 2024,10:16 am
Print
header

દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસમાં કંઇ ન મળ્યું

અમદાવાદઃ રાજધાની દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ સ્કૂલોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. રશિયન સર્વરમાંથી ધમકી ભર્યાં ઇ-મેઈલ આવ્યાંનું પ્રાથમિક અનુમાન છે.

અમદાવાદના ડીપીએસ, આનંદ નિકેતન, બોપલ, એશિયા ઇંગ્લિશ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલ, વસ્ત્રાપુર, અમૃત વિદ્યાલય-ઘાટલોડિયા, ONGC સેન્ટ્રલ, ઘાટલોડિયા, ન્યુ નોબલ સ્કૂલ, ચાંદખેડા, કેન્દ્રીય વિધાલય સાબરમતી સહિત અનેક સ્કૂલોને ધમકી ભર્યા ઇ-મેઈલ મળ્યાં છે. આ ઘટનાને પગલે તંત્ર દોડતું થયું છે. ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિ પોતાની ઓળખ તૌહીદ વોરિયર તરીકે ઓળખાવી હતી.

નોંધનીય છે કે 5 દિવસ પહેલા દિલ્હીમાં પણ ધમકી ભર્યા ઇ-મેઈલ મળ્યાં હતા. બુધવારે સવારે 200થી વધુ શાળાઓને ઈ-મેઇલ મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળ્યાં બાદ પોલીસે તાત્કાલિક શાળાઓમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ડોગ અને બોમ્બ સ્ક્વોડ ટીમ સ્કૂલોમાં પહોંચી ગઇ હતી. જોકે, તપાસ બાદ પોલીસને શાળાઓમાં કંઈ મળ્યું ન હતું.

ગુરુવારે દિલ્હીની એક શાળામાં બોમ્બની ધમકી મળી હતી. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાના ઓફિશિયલ મેઈલ આઈડી પર ધમકીભર્યો મેઇલ આવ્યો હતો. પોલીસે તરત જ આ મામલે તપાસ કરી અને આ મેઈલ મોકલનારને શોધી કાઢ્યો હતો. ત્યારે અમદાવાદની શાળાઓમાં પણ કંઇ મળ્યું નથી અને પોલીસ તથા શાળા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch