Tue,21 May 2024,3:50 pm
Print
header

કોઇ ગોટાળો ચલવી નહીં લેવાય, રાજકોટમાં કોંગ્રેસના આ ઉમેદવારે સ્ટ્રોંગરૂમ બહાર લગાવ્યાં CCTV કેમેરા, મોબાઈલથી રખેવાળી કરે છે

રાજકોટમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટ્રોંગરૂમની બહાર CCTV લગાવ્યાં, તેઓ મોબાઈલ સાથે લિંકઅપ કરીને સતત રખેવાળી કરી રહ્યાં છે

રાજકોટઃ હાર પછી કોંગ્રેસે હંમેશા ઈવીએમને લઈને સવાલો ઉઠાવ્યાં છે, અને આ વખતે ઈવીએમના સ્ટ્રોંગરૂમ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટ્રોંગરૂમની બહાર CCTV  કેમેરા લગાવ્યાં છે. તેઓ મોબાઈલ સાથે લિંકઅપ કરીને સતત રખેવાળી કરી રહ્યાં છે.રાજકોટમાં આવી રીતે સીસીટીવી લગાવવાની આ પ્રથમ ઘટના છે. કોઇ ઇવીએમ સાથે છેડછાડ ન કરે માટે આ નેતાજીએ આવું કર્યું છે.

સ્ટ્રોંગ રૂમની બહાર મુખ્ય ગેટની સામે સીસીટીવી

ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીને હવે બે દિવસ બાકી છે. 5 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન સૌરાષ્ટ્ર સહિતના વિવિધ જિલ્લાઓમાં પૂર્ણ થઈ ગયું છે. ઈવીએમ કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે અને આ ગણતરી જે જગ્યા પર થશે તેની બહાર આ કેમેરા લગાવાયા છે. રાજકોટ વિધાનસભા 68ના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિરોધીઓને કોઇ ચાલ સફળ ન થાય માટે આ કામ કર્યું છે.જો કે ચૂંટણીપંચ બધી ગતિવિધીઓ પર નજર રાખવા સક્ષમ છે.   

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ સ્ટ્રોંગ રૂમના તમામ ઈવીએમ સીલ કરી દેવામાં આવ્યાં છે. રાજકોટના દાણકોટ ગામે આવેલી સરકારી ઈજનેરી કોલેજના સ્ટ્રોંગ રૂમમાં તમામ 8 બેઠકોના ઈવીએમ સીલ કરીને રાખવામાં આવ્યાં છે, ત્યાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

62 ટકા મતદાન થયું 

વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રથમ તબક્કામાં 62.80 ટકા આસપાસ મતદાન થયું છે, સૌરાષ્ટ્રમાં લોકોએ મતદાનમાં ખાસ ઉત્સાહ બતાવ્યો નથી. અહીં કોંગ્રેસ, આપ અને ભાજપ જીતના દાવા કરી રહ્યાં છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch