Mon,14 October 2024,5:30 am
Print
header

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર, અમદાવાદ, વડોદરા, સુરતમાં અનેક લોકો હોસ્પિટલમાં દાખલ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસ વધી ગયા છે. હાર્ટએટેકના કિસ્સા પણ વધી રહ્યા છે. અમદાવાદમાં એક સપ્તાહમાં હિટ સ્ટ્રોકના 61 દર્દીઓને હોસ્પિટલ ખસેડાયા છે. જેમાંથી બે દર્દીઓના ગત મોડી રાતે મોત થયા હતા. શુક્રવારે 20 દર્દીઓને હિટ સ્ટ્રોકની ફરિયાદના પગલે દાખલ કરાયા હતા.

વડોદરામાં અનેક લોકોનાં ગરમીથી મોત

વડોદરામાં ભીષણ ગરમીમાં 24 કલાકના ગાળામાં 4 યુવાનો સહિત 9 લોકોનાં મોત થયા હતા. અંદાજે 45 ડિગ્રીથી વધુ તાપમાનમાં ચક્કર આવવા, ડિહાઇડ્રેશન, બેભાન થવું, ખેંચ આવવી અને હૃદય રોગની તકલીફને કારણે અઠવાડિયામાં મોતનો આંક 32 ઉપર પહોંચ્યો છે. ભાયલી પોલીસ લાઈનમાં રહેતા મહેન્દ્ર ભાણાભાઈ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવે છે, ફરજ પર અચાનક બેભાન થઈ ગયા હતા, હોસ્પિટલ લઈ જતા તેઓનું મોત થઇ ગયું હતુ, માણેજા ગામના 56 વર્ષીય રાજેન્દ્ર બારીયાને બેભાન થયા બાદ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

ગોત્રી વુડાનાં મકાનમાં રહેતા 60 વર્ષ મીનાબેન દરબાર બેભાન થયા બાદ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. માંજલપુર કબીર મંદિર પાસે રહેતા સુરેશભાઈ વસાવા કબીર મંદિરના પૂજારી હતા શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમને પણ મૃત જાહેર કરાયા હતા. ગોત્રી તીર્થ ટેનામેન્ટમાં રહેતા 56 વર્ષીય અનિલ રાજપાલ અચાનક બેભાન થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.

વોરા ગામડીમાં રહેતા મકબુલ પટેલ ગામની સીમમાં બેભાન હાલતમાં મળી આવ્યાં હતા, ગોત્રી નજીક રાયપુર ચોકડી પાસે  40 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સવાદ કવાટર્સ પાસેથી 45 વર્ષના વ્યક્તિનો બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તરસાલી બાયપાસ આકાશદીપ સોસાયટી પાસે રહેતા પિયુષ સોની બેહોશ થતા હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

સુરતમાં પણ અનેક લોકો બન્યાં ગરમીનો શિકાર

સુરતમાં હીટવેવ વચ્ચે ચક્કર, બેભાન થવાના અનેક બનાવો છે. વધુ 6 વ્યકિતઓનાં મોત થઇ ગયા છે. પાંડેસરામાં અચાનક સાયકલ પરથી પડયાં બાદ 40 વર્ષીય વ્યક્તિ, પાંડેસરામાં તાવ આવ્યાં બાદ 47 વર્ષીય આધેડ, લિંબાયતમાં 45 વર્ષીય વ્યક્તિ સહિત વધુ 6 લોકોનાં ગરમીમાં મોત થઇ ગયા છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં મોતના કિસ્સા સામે આવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch