Tue,30 April 2024,9:14 am
Print
header

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post

ઘટના સ્થળે 8 લોકોનાં મોત, 2 લોકોનાં સારવારના દરમિયાન મોત

કારનું પતરું કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં

આ ભયાનક અકસ્માત જોનારા લોકો કાંપી ઉઠ્યાં

મૃતકો વડોદરા, અમદાવાદ, વલસાડ, નડિયાદ, ડીસા, મુંબઈ, રાજસ્થાનના રહેવાસી

અમદાવાદઃ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. અકસ્માતમાં 10 લોકોનાં મોત થઇ ગયા છે. 8 લોકોનાં ઘટના સ્થળે મોત થયા છે જ્યારે બે લોકોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થઇ ગયા છે.

સાઇડમાં બગડેલા ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ અકસ્માત થયો હતો. કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. અકસ્માત સર્જાયા બાદ લોકોએ કારનું પતરું કાપીને મૃતદેહો બહાર કાઢ્યાં હતા. અક્સ્માત થતાં જ 108 ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ઉપરાંત એક્સપ્રેસ હાઈવેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ કાફલો પણ અહીં પહોંચી ગયો હતો.

અમદાવાદમાં IPLની મેચ જોવા નીકળેલા MBBSના નીલ ભોજાનીનું મોત

નીલ વડોદરાથી અમદાવાદ જવા કારમાં બેઠો હતો

મૃતકોમાં એક 5 વર્ષની બાળકીનો પણ સમાવેશ

કારનો નંબર GJ-27-EC-2578 (મારુતિ અર્ટીગા) છે અને અમદાવાદના કિરણ બ્રહ્મભટ્ટના નામે આ કાર છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કૂચ્ચો બોલી ગયો હતો. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch