Fri,17 May 2024,6:48 pm
Print
header

હાઈવે પર હોશિયારી મોંઘી પડી...જૂનાગઢમાં રસ્તા પર કાર મુકીને જન્મદિવસની ઉજવણી કરનારા જેલ ભેગા

જૂનાગઢઃ કારના બોનેટ પર બેસીને કેક કાપવી બર્થડે બોય માટે મોંઘી સાબિત થઈ છે. પોલીસે બર્થ ડે બોય અને તેના મિત્રો વિરુદ્ધ કેસ નોંધીને તમામ છ લોકોની ધરપકડ કરી છે. એક યુવકે કારને રોડની વચ્ચે પાર્ક કરીને તેના બોનેટ પર બેસીને કેક કાપી હતી. આ બર્થડે સેલિબ્રેશનનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે નોંધ લીધી હતી.

કેશોદ નજીકના ભંડુરી ગામ પાસે હાઈવે પર મીત નામના છોકરાએ કારના બોનેટ પર બેસીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન રસ્તાની વચ્ચે કારના બોનેટ પર બેસીને કેક કાપવામાં આવી હતી અને છોકરાઓએ ફટાકડા ફોડ્યાં હતા. વીડિયોમાં કેક કાપતા અને ફટાકડા ફોડતા પણ સ્પષ્ટ દેખાય છે. આ જન્મદિવસની ઉજવણીની રીલ બનાવવામાં આવી હતી અને ID સાથે Instagram પર પોસ્ટ કરવામાં આવી હતી.

પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી હતી

આ જન્મદિવસની ઉજવણી બાદ પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની નોંધ લીધી હતી. વાયરલ વીડિયોના આધારે પોલીસે જન્મદિવસની ઉજવણી કરી રહેલો છોકરો અને ઉજવણીમાં સામેલ છ અન્ય સામે  કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી. પોલીસે આઈપીસીની કલમ 336 અને 144 હેઠળ કેસ નોંધ્યો છે.

તમામ 6 છોકરાઓની ધરપકડ

પોલીસના જણાવ્યાં અનુસાર, હાઇવેની વચ્ચે કાર પાર્ક કરવી, તેના બોનેટ પર બેસીને કેક કાપવી, ફટાકડા ફોડવા અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો તે કાયદાનું ઉલ્લંઘન છે. આવું કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch