Tue,21 May 2024,4:11 am
Print
header

હાર્ટએટેક પર સૌથી મોટો ખુલાસો.. કોરોનાની કોવિશિલ્ડ નિર્માતા એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે રસી લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે

લંડનઃ યુકેની પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેમની કોવિડ -19 રસી લોકોમાં TTS જેવી આડઅસર કરી શકે છે. કોવિડ-19 રસી થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નામની દુર્લભ આડઅસર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે શરીરમાં લોહી ગંઠાવાનું શરૂ થઇ શકે છે. પછીથી તે સ્ટ્રોક અથવા કાર્ડિયાક અરેસ્ટમાં ફેરવાઇ શકે છે.

શું છે સમગ્ર મામલો ?

ગયા વર્ષે જેમી સ્કોટ નામના વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી, કારણ કે તે લોહીના ગંઠાઈ જવાથી પીડાય છે. સ્કોટે માહિતી આપી છે કે એપ્રિલ 2021 માં રસી લીધા પછી, તેના મગજમાં લોહી ગંઠાઈ ગયું અને રક્તસ્ત્રાવ શરૂ થયો હતો, જેના કારણે મગજમાં કાયમી ઈજા થતા તે કામ પણ કરી શકતો નથી. મે 2023 માં કંપનીએ જણાવ્યું હતું કે તેઓ સ્વીકારતા નથી કે TTS તેમની રસીને કારણે નથી.

કંપનીએ કોર્ટમાં આડઅસરો સ્વીકારી

એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ રસી બનાવવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે સહયોગ કર્યો હતો. હાલમાં કંપનીએ સ્વીકાર્યું છે કે તેમની રસીના કારણે મૃત્યું થયા છે અને જેઓએ રસી લીધી છે તેમને ગંભીર નુકસાન થયું છે. કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા કાનૂની દસ્તાવેજમાં એસ્ટ્રાઝેનેકા ફાર્માસ્યુટિકલ કંપનીએ જણાવ્યું હતું કે રસી, ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં જ TTSનું કારણ બની શકે છે, ધ ટેલિગ્રાફે અહેવાલ આપ્યો છે. કંપનીએ કહ્યું છે કે તેનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વળતરની માંગ કરી છે

યુકેની કોર્ટમાં દાખલ કરાયેલા કેસમાં પીડિત વ્યક્તિઓ અને તેમના પરિવારે લગભગ 100 મિલિયન ડોલરના વળતરની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે સત્ય અમારી સાથે છે અને અમે હાર માનીશું નહીં. AstraZeneca એ રસી આપવા માટે વૈશ્વિક સ્તરે સૌથી મોટી વેક્સિન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) સાથે પણ સહયોગ કર્યો હતો અને આ રસી ભારતમાં પણ આપવામાં આવી છે.

નોંધનિય છે કે ભારતમાં પણ અનેક લોકોના હાર્ટએટેકને કારણે મોત થયા છે, જે લોકોનાં મોત થયા છે તેમાં મોટાભાગના લોકોએ પહેલા કોરોનાની રસી લીધી હતી, જો કે સરકારે રસીથી મોત થયાનો દાવો ફગાવી દીધો છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch