Fri,03 May 2024,4:15 pm
Print
header

હવે મત એ જ શસ્ર, રાજપૂતો કાળા વાવટા પર પ્રતિબંધ બાદ કેસળિયો ધ્વજ બતાવીને ભાજપનો વિરોધ કરશે

ક્ષત્રિય સમાજે આપ્યું નવું સૂત્ર, મત એ જ શસ્ત્ર

રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય મહિલાઓ રોજ એક જિલ્લામાં પ્રતિક ઉપવાસ આંદોલન કરશે

અમદાવાદઃ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પરત ન ખેંચતા અમદાવાદમાં રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં 90 મુખ્ય સંસ્થાઓની સાથે પેટા સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.અંદાજે 2 કલાક સુધી ચાલેલી સંકલન સમિતિની બેઠકમાં રૂપાલાએ ફોર્મ પાછું ન ખેંચતા આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે.

કરણસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કાળા વાવટા મુદ્દે જાહેર કરાયેલા પોલીસના પરિપત્રનો વિરોધ કરીએ છીએ અને હવે કેસરિયો ધ્વજ બતાવીને અમારા યુવાનો વિરોધ કરશે. ભાજપના પ્રતિનિધિઓના પ્રચારનો વિરોધ કરીશું, ક્ષત્રિયો પાંચ ઝોનમાં પાંચ ધર્મરથ કાઢશે. કચ્છમાં આશાપુરા મંદિરથી અને અંબાજીથી ક્ષત્રિયોનો ધર્મરથ નીકળશે, જિલ્લા સમિતિઓ ધર્મરથનું આયોજન કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

આ ઉપરાંત તેમણે કહ્યું કે વિરોધ માટે યુવાનોની પણ કમિટી બનાવાશે. ક્ષત્રિય સમાજે તમામ 26 લોકસભા બેઠકો પર વિરોધ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ બેઠક પર વિરોધ કરવા માટે ખાસ કમિટી બનાવવામાં આવશે. રૂપાલાને હરાવવાનો ક્ષત્રિય સમાજે નિર્ણય કર્યો છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પર ક્ષત્રિય સમાજ વધુ આક્રમક બનશે. લોકશાહીના ઢબે શાંતિથી વિરોધ કરાશે.

તૃપ્તિ બાએ કહ્યું, અમે સરકાર સુધી અમારો અવાજ પહોંચાડ્યો હતો, પરંતુ સરકારે અમારું સાંભળ્યું નહીં, ભાજપે કોઈ નિર્ણય ના લીધો. બોયકોટ ભાજપ, મત એ જ શસ્ત્રનો નારો બુલંદ કરીશું. શાસક પક્ષને અપાયેલા અલ્ટીમેટમનો સમય પૂર્ણ થયો છે, અલ્ટીમેટમ મુજબ રૂપાલાની ઉમેદવારી પાછી નથી ખેંચી, આજથી રાજપૂત સમાજ ઓપરેશન ભાજપ શરૂ કરશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch