Tue,21 May 2024,3:36 am
Print
header

શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ માટે ભર્યુ ફોર્મ- Gujarat Post

(ફોર્મ ભરતાં શંકર ચૌધરી)

વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોએ ધારાસભ્ય પદના લીધા શપથ 

યોગેશ પટેલે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર આવતીકાલે મળશે. આ પહેલા આજે અધ્યક્ષ માટે શંકર ચૌધરીએ ફોર્મ ભર્યુ હતું. તેમના ફોર્મ ભરવા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. વિધાનસભામાં અધ્યક્ષની કામગીરી કરવાની હોવાથી તેઓ ભાજપના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતુ.

આ પહેલા પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે શપથ લીધા હતા. બાદમાં તેમણે મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યાં હતા. બીજી તરફ વિધાનસભામાં પ્રવેશ પહેલા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભા બહાર નતમસ્તક પ્રણામ કરીને માથું ઝુકાવીને વિધાનસભામાં પગ મૂક્યો હતો. તેમણે કહ્યું વિધાનસભા એ ધારાસભ્ય તરીકે મારું મંદિર છે, લોકોની સુખાકારી માટે અહીથી કામ કરવાનું છે. મને બળ અને શક્તિ મળે તે માટે શીશ ઝુકાવ્યનં છે. શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા એ મારી પ્રાથમિકતા છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch