Tue,21 May 2024,11:27 pm
Print
header

મોદી મોરબીમાં પીડિતોને મળવા પહોંચ્યાં હોસ્પિટલ, ઘાયલોને ઝડપી સાજા થવા આપી શુભેચ્છા- Gujarat Post

રાજકોટઃ મોરબી બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થઇ ગયા છે. વડાપ્રધાન મોદી આજે મોરબી પહોંચી ગયા છે. તેઓ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરી રહ્યાં છે,તેમને પીડિતોની સ્થિતિ વિશે પૂછપરછ કરી છે. અને તેમને ઝડપથી સાજા થઇ જવા શુભેચ્છા પાઠવી છે. બીજી તરફ આજે સવારથી ભારતીય નૌસેના અને એનડીઆરએફની ટીમોએ બચાવ કામગીરી ફરી શરૂ કરી હતી. હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાના અહેવાલ છે.

વડાપ્રધાને સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર પૂછ્યા હતાં અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ અકસ્માતને કલાકો વીતવા છતાં હજુ સર્ચ-ઓપરેશન ચાલુ છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખો સતત 42 કલાકથી સર્ચ-ઓપરેશન કરી રહી છે. ઘટના સ્થળે રેન્જ આઈજી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના SPની દેખરેખ હેઠળ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. હજુ બે વ્યક્તિઓ લાપતા છે. અત્યાર સુધીમાં રેસ્ક્યૂ કામગીરી દરમિયાન 224 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે, જેમાંથી 15 વ્યક્તિ મોરબીની વિવિધ હોસ્પિટલમાં અને 2 વ્યક્તિ રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.હોસ્પિટલમાંથી 73 લોકોને રજા આપવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch