Tue,30 April 2024,12:26 am
Print
header

Breaking News: મોટું ઓપરેશન..પોરબંદરના દરિયામાંથી ઝડપાયું 3100 કિલો ડ્રગ્સ

પોરબંદરઃ ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને 3100 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, અને 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરાઇ છે.

એજન્સીઓએ દરિયામાંથી ઝડપી પાડેલી પાકિસ્તાની બોટમાંથી 5 લોકોની અટકાયત કરી છે, જેમને પોરબંદર લાવવામાં આવ્યાં છે. તેમની પાસેથી સેટેલાઇટ ફોન પણ મળી આવ્યો છે, આ ડ્રગ્સનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

હાલમાં ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત હજારો કરોડ રૂપિયા જેટલી થાય છે. થોડા દિવસો પહેલા પણ વેરાવળમાંથી 350 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો, આમ દરિયાઇ વિસ્તારોમાં ડ્રગ્સના દુષણ સામે એજન્સીઓએ ઓપરેશન તેજ બનાવ્યું છે. ખાસ કરીને ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવી રહ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch