Wed,22 May 2024,12:47 am
Print
header

Amit shah news: અમિત શાહનો ફેક વીડિયો વાઇરલ કરવાનો કેસ, જીગ્નેશ મેવાણીના પીએ સહિત બે લોકોની ધરપકડ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં ફેક ન્યૂઝ ઝડપથી વાઇરલ થઇ રહ્યાં છે, ભાજપ દેશમાં અનામતના વિરોધમાં હોવાને લઇને ગૃહમંત્રી અમિત શાહનો એક ફેક વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થયો છે. જેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે બે લોકોની ધરપકડ કરી છે.

પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કરવાના કેસમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ સતિષ વર્સોલા અને લીમખેડાથી દાહોદના આપના જિલ્લા પ્રમુખ આર.બી.બારિયાની ધરપકડ કરાઇ છે.

આ મામલે દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ આપ્યું છે. ભાજપ અનામત પ્રથા નાબૂદ કરવા માંગે છે તેવા આક્ષેપો સાથે અનેક કોંગ્રેસ સમર્થકોએ આ વીડિયો શેર કર્યો હતો.

આ મામલે ભાજપનું કહેવું છે કે અમારી પાર્ટી SC, ST અને OBC માટે અનામતનું સમર્થન કરે છે અને આ લોકો ખોટી અફવાઓ ફેલાવીને ચૂંટણીનો માહોલ બગાડી રહ્યાં છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહના એડિટ કરેલા વીડિયો વાઇરલ કરવાના આ કેસમાં હજુ અનેક લોકોની ધરપકડ થઇ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch