Mon,29 April 2024,9:03 pm
Print
header

વડોદરા બોટ દુર્ઘટનામાં મોતનો આંકડો 17એ પહોંચ્યો, 18 લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો

વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં મોતનો આંકડો 17એ પહોંચ્યો
    
તળાવમાં ડૂબી જવાથી 15 બાળકો અને 2 શિક્ષકોના મોતથી ખળભળાટ
    
વડોદરાઃ
હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં મોતનો આંકડો 17એ પહોંચી ગયો છે. 15 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ ગયા હતા. જ્યાં બોટિંગ દરમિયાન મર્યાદા કરતા વધુ લોકોને બેસાડતાં બોટ પલટી ગઇ હતી. જેથી બાળકો તળાવમાં ડૂબ્યા હતા.

આ દુર્ઘટનાથી બાળકોના પરિવારોમાં માતમ છવાઇ ગયો છે. સમગ્ર મામલે બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવામાં આવ્યાં ન હતા. જ્યારે ક્ષમતા કરતા વધારે લોકોને બોટમાં બેસાડવામાં આવ્યાં હતા. આ બેદરકારીનો ભોગ માસુમ બાળકોના પરિવારજનો બન્યાં છે તેઓ આક્રંદ કરી રહ્યાં છે.

વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મેનેજર અને બોટ ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસે ન્યુ સનરાઈઝ સ્કૂલ બહાર અને પ્રિન્સિપાલના ઘર બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ દુર્ઘટના મામલે 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારીનો ગુનો નોંધાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હરણી તળાવ દુર્ઘટનાના ઈજાગ્રસ્તો, તેમના સ્વજનો તથા તબીબો સાથે વાતચીત કરીને તેમને મળી રહેલી સારવાર અંગે જાણકારી મેળવી હતી. ઈજાગ્રસ્તોના પરિવારજનોને દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાની તથા સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch