Tue,21 May 2024,3:36 am
Print
header

વિધાનસભાનું દ્રશ્યઃ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ નતમસ્તક પ્રણામ કરીને વિધાનસભામાં મૂક્યો પગ

ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવશે. બપોરે 12:00 વાગ્યે સૌ પ્રથમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને શપથ અપાવશે.હાલ ધારાસભ્યો વિધાનસભામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાત વિધાનસભામાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતુ.

વિધાનસભામાં પ્રવેશ પહેલા જૂનાગઢના ધારાસભ્યએ વંદન કર્યાં હતા. જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભામાં નતમસ્તક પ્રણામ કરીને માથું ઝુકાવી વિધાનસભામાં પગ મૂક્યો  હતો. તેમણે કહ્યું વિધાનસભાએ ધારાસભ્ય તરીકે મારું મંદિર છે, લોકોની સુખાકારી માટે અહીથી કામ કરવાનું છે. બળ અને શક્તિ મળે તે માટે શીશ ઝુકાવવું જોઈએ, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા એ મારી પ્રાથમિકતા છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch