Tue,30 April 2024,9:07 am
Print
header

પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ

રૂપાલા વિવાદ મામલે પદ્મિની બા વાળાએ અન્નનો ત્યાગ કર્યો હતો, હાલ તબિયત સ્થિર

ક્ષત્રાણીએ કહ્યું કે ભાષણબાજી બંધ કરો અને પરિણામ લાવો

સિંહો અને સિંહણો મેદાનમાં પડ્યાં છો તો પરિણામ લાવો

રાજકોટઃ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિની બા વાળાની ગઈકાલે સાંજે તબિયત અચાનક બગડતાં તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ક્ષત્રિય આગેવાન પદ્મિની બા વાળા છેલ્લા ઘણાં દિવસથી ઉપવાસ પર હતા. ત્યારે હવે તબિયત બગડતા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા તેમને સમજાવવામાં આવ્યાં હતા અને 14 દિવસના ઉપવાસ બાદ પદ્મિની બા વાળાએ પારણા કર્યાં હતા.પદ્મિની બા વાળાએ સંતો અને સમાજના આગેવાનોની હાજરીમાં પારણા કર્યાં હતા.

બીજી તરફ જૌહરની જાહેરાત કરનાર પાંચ ક્ષત્રાણીઓ વતી એક ક્ષત્રાણીએ વીડિયો નિવેદન આપીને જણાવ્યું કે અમે જૌહર કરવા ગયા ત્યારે ચાર મોટી હસ્તીઓ કે જેઓ ડાયરેક્ટ મોદીજી સાથે વાત કરે છે, તેવા અગ્રણી અમને મળવા આવ્યાં હતા અને પરસોત્તમ રૂપાલાની ટિકીટ રદ થશે, બધુ સરખુ થઈ જશે તેવી ખાતરી આપી હતી. હવે લાગે છે કે એ સમયે અમારી સાથે મોટી રમત રમાઈ ગઈ છે. સંકલન સમિતિ ઉપર અમને પૂરો ભરોસો નથી.  

કચ્છથી એક ક્ષત્રિય મહિલાએ કહ્યું અસંખ્ય સંમેલનો થયા, રેલીઓ નીકળી, જંગી સભાઓ થઈ પણ રૂપાલાનો વાળ પણ વાંકો થયો નથી, ટિકીટ રદ કરાવી શક્યા નથી. ભાજપ ટશનું મશ નથી થયું,તેથી સમજી જાઓ કે તેમને ક્ષત્રિયોના મતની જરૂર નથી. આપણે મોટી વાતો કરી પણ આખરે પરિણામ શું આવ્યું ? રૂપાલાએ તો ફોર્મ ભરી દીધું.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch