Wed,22 May 2024,12:14 am
Print
header

પીએમ મોદી આજથી ગુજરાતમાં બે દિવસ ચૂંટણી પ્રચાર કરશે, ક્ષત્રિયોના વિરોધની શક્યતા- Gujarat Post

અમદાવાદઃ ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણીના (lok sabha elections 2024) ત્રીજા તબક્કામાં (3rd phae voting) મતદાન યોજાશે. ગુજરાતમાં હાલ ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાના (Rajkot lok sabha seat)  નિવેદનનો વિરોધ (bjp candidate Parshottam Rupala) કરી રહ્યાં છે. લોકસભાની 25 બેઠકોની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદી (PM Modi) બે દિવસમાં 6 જેટલી વિજય વિશ્વાસ (Vijay Vishwas) માટેની જાહેરસભાઓ કરશે. રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને પગલે મોદીની સભાઓના સ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ચૂંટણીની આચાર સંહિતા હોવાથી તેમનું રાત્રી રોકાણ રાજભવનના સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસમાં રાખવામાં આવ્યું છે. તેઓ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે અને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા કરશે.

ક્ષત્રિય સમાજના આંદોલન અને વિરોધ વચ્ચે વડાપ્રધાનના આ પ્રવાસ પર બધાની નજર મંડરાયેલી છે. જો કે ક્ષત્રિય આગેવાનોએ વડાપ્રધાનની સભાઓને સ્થળે કોઈપણ જાતના વિરોધ કાર્યક્રમ કે આંદોલન નહીં કરવાનું સમાજના યુવાનો અને મહિલાઓને કહ્યું છે.ભાજપના પ્રદેશ નેતાઓએ પણ છેલ્લી ઘડીએ સમાધાનના પ્રયાસ કરવાનું ચાલુ રાખ્યું છે.

આજે બપોરે 2.30 કલાકે મોદી ઉત્તર ગુજરાતમાં ડીસા અને ત્યારબાદ સાંજે 4.15 કલાકે હિંમતનગરમાં જાહેર સભાને સંબોધન કરશે. 2  મેના રોજ મધ્ય ગુજરાતના આણંદમાં સવારે 10 કલાકે, સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદિર મેદાનમાં બપોરે 12 કલાકે, જૂનાગઢમાં 2.15 કલાકે અને જામનગરમાં સાંજના 4.15 કલાકે જાહેર સભાને સંબોધન કરશે. અગાઉ નક્કી થયા પ્રમાણે મોદી 22મી એપ્રિલે રાજકોટથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા પરંતુ ભાજપના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને કારણે તેમના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch