Mon,20 May 2024,11:34 pm
Print
header

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું જરૂર પડશે તો સિનિયર સભ્યોનું માર્ગદર્શન લઈશ

ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું છે, શંકર ચૌધરીની વિધાનસભા અધ્યક્ષ પદે નિમણૂંક કરવામાં આવી છે. જે બાદ તેમણે સર્વાનુમતે પોતાને અધ્યક્ષ પસંદ કરવા માટે સૌનો આભાર માન્યો હતો. તેમણે તટસ્થતાથી લોકશાહીને મજબૂત બનાવવા કામ કરવાની ખાતરી આપી હતી અને જરૂર પડશે તો સિનિયર સભ્યોનું માર્ગદર્શન લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું એક ખેડૂતનો પુત્ર ગુજરાત વિધાનસભાનો અધ્યક્ષ બને છે તે લોકશાહીની તાકાત છે, આપણા વડીલોએ લોકશાહીની જે કલ્પના કરી હતી તે સાચી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે.  

મંત્રી કનુ દેસાઈએ વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે જેઠા ભરવાડના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. જે બાદ સર્વાનુમતે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

રમણલાલ વોરાએ ભૂતકાત યાદ કરીને કહ્યું, 'પાન લીલું જોયુંને તમે યાદ આવ્યાં'. આ પંક્તિ ટાંકીને તેમણે નિવેદન કર્યું, એક સમય એવો હતો જ્યારે આજના વિપક્ષની સંખ્યા સત્તાપક્ષમાં અમારી છે એટલી હતી. સરકાર તૂટી તેના કેટલાક સાક્ષીઓ આજે પણ અહી છે. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં અધ્યક્ષને ગૃહનું લાઈવ પ્રસારણ શરૂ કરવા માંગણી કરી હતી. તેમણે ગૃહમાં કઈક નવું અને ઇનોવેટીવ કરો તેવી શુભકામના પણ આપી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch