Mon,29 April 2024,11:59 pm
Print
header

Fact Check: ખેડૂત આંદોલનમાં રૂપિયા આપીને ભીડ ભેગી કરાઇ રહી હોવાનો દાવો, જાણો હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: ખેડૂતો ફરી એકવાર તેમની માંગણીઓ માટે મોદી સરકાર પર દબાણ કરવા માટે દિલ્હીને અડીને આવેલી સરહદો પર એકઠા થવા લાગ્યાં છે. દરમિયાન સોશિયલ મીડિયા પર આંદોલનને લગતા ઘણા વીડિયો વાયરલ થવા લાગ્યા છે.

આવા જ એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતોના આંદોલનમાં સામેલ થવા માટે કેટલાક લોકો વચ્ચે સોદાબાજી થઈ રહી છે, પૈસા લઈને આંદોલનમાં ખેડૂતો સામેલ થઈ રહ્યાં છે. પરંતુ અમારા ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો નીકળ્યો છે. હકીકતમાં આ વીડિયો ટ્રેક્ટર પર ચાલી રહેલી સોદાબાજીનો છે.

Gujarat Post Fact Check News: સનાતની હિન્દુ નામના યુઝરે આ વીડિયો ફેસબુક પર શેર કર્યો છે. વીડિયો 22 ફેબ્રુઆરી 2024ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે, તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે,"આ વીડિયો દલાલોને ખુલ્લા પાડી રહ્યો છે. એક મહિનાથી બોર્ડર પર બેસવાના ભાવ પર ચર્ચા ચાલી રહી છે, સામેનો વ્યક્તિ રૂ. 40,000 કહી રહ્યો છે પરંતુ પૈસા આપનાર દલાલ કહે છે, દોસ્ત, મહિને 35,000 રૂપિયા છે, તમારા ખેતરમાં મજૂરો કામ કરે છે, તમે અહીં જ બેસો, ખાવાનું મળે, દારૂ મળે તો 35,000 લઈ લો.આ તેમની વાસ્તવિકતા છે. આ વીડિયો વધુ પોસ્ટ કરો જેથી દેશને ખબર પડે કે આ લોકો કેટલા ધિક્કારપાત્ર છે...તેમનો ઉદ્દેશ ખેડૂતોને મદદ કરવાનો નથી પરંતુ મોદીની લોકપ્રિયતા ઘટાડવાનો છે.

Gujarat Post Fact Check News: આ વીડિયોમાં એક વ્યક્તિ ખુરશી પર બેઠેલો જોવા મળે છે અને ગુલાબી પાઘડી પહેરેલા વ્યક્તિ બીજા સાથે ઝપાઝપી કરતો અને સોદાબાજી કરતો જોવા મળે છે. તેમાં તે 35 હજાર, 37 હજાર.. 40 હજાર કહેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ખુરશી પર બેઠેલો વ્યક્તિ વારંવાર ઉઠવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ બીજી વ્યક્તિ તેને બળજબરીથી પાછળ બેસાડી દે છે. આ જ દાવા સાથે આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

Gujarat Post Fact Check News: જો કે અમારા ફેક્ટ ચેક દરમિયાન આ વીડિયો ખોટો સાબિત થયો છે અને તેને ખેડૂત આંદોલન સાથે જોડી શેર કરવામાં આવી રહ્યો છે.ટ્રેકટરના  સોદાબાજીના આ વીડિયો પંજાબનો છે. ભટિંડાના તલવંડી સાબામાં દર અઠવાડિયે સૌથી મોટું ટ્રેક્ટર માર્કેટ ભરાય છે. આ ટ્રેક્ટર માર્કેટના આવા જ વધુ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.  ફેક્ટ ચેકથી સ્પષ્ટ થયું છે કે વાયરલ વીડિયો ખેડૂતોના આંદોલન માટે પૈસા લેવાનો નથી પરંતુ ટ્રેક્ટર માટે સોદાબાજીનો છે. અમે આ વીડિયો અનેક સોશિયલ મીડિયામાં ચેક કર્યાં ત્યાર બાદ તે ક્યારે પહેલી વખત પોસ્ટ કરાયો હતો અને તે કયા સ્થળનો છે તે અમે ઇન્ટરનેટ પરથી શોધી કાઢ્યું, ત્યાર બાદ હાલના ખેડૂત આંદોલનને લગતા વીડિયો પણ અમે તપાસ્યાં ત્યારે અમને જાણવા મળ્યું કે આ વીડિયો જૂનો છે અને ખેડૂત આંદોલન સાથે તેને લેવાદેવા નથી, આ વીડિયોમાં ટ્રેકટરના વેંચાણની વાત થઇ રહી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch