Sun,05 May 2024,2:33 am
Print
header

Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે

Gujaratpost Fact Check: લોકશાહીના સૌથી મોટા ચૂંટણી પર્વમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા હોય છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ગુજરાત પોસ્ટે આ વીડિયોની હકીકત તપાસી તો આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ એક બદલાયેલી વીડિયો ક્લિપ છે, જેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીનો વાયરલ વીડિયો

વાયરલ વીડિયો શેર કરતી વખતે સોશિયલ મીડિયા યુઝર શુભાંગ દુબેએ લખ્યું કે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો, ફેસબુકનો ઉપયોગ કરો, તમે દરેક 10 બાળકોને જન્મ આપો. જો કોંગ્રેસ આવશે તો તે મધ્યમ વર્ગ અને સંપત્તિ સર્જનારાઓના ખિસ્સામાંથી પૈસા કાઢીને બધાને લાખોપતિ બનાવી દેશે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અન્ય ઘણા વપરાશકર્તાઓએ તેને સમાન દાવાઓ સાથે શેર કર્યો છે. પરંતુ મૂળ વીડિયોની સચ્ચાઇ તેનાથી વિરુદ્ધ છે. વાયરલ વીડિયો ક્લિપમાં તેમના બે નિવેદનોનો સંદર્ભ એડિટિંગ દ્વારા ગાયબ થઈ ગયો હતો, જેના કારણે વાયરલ ક્લિપનો અર્થ બદલાઈ રહ્યો છે.

વાસ્તવિક વીડિયો શું કહે છે ?

મૂળ વીડિયોમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના રાજમાં દેશમાં બેરોજગારી વધવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારની નીતિઓને કારણે યુવાનો પોતાનો મોટાભાગનો સમય રસ્તાઓ પર અને સોશિયલ મીડિયા પર વિતાવી રહ્યાં છે. તેમણે કોંગ્રેસની ગેરંટી પણ જાહેર કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકાર બન્યાં બાદ દેશના યુવાનો માટે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

વાયરલ વીડિયો માત્ર 16 સેકન્ડનો છે, જેમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે, 'અમારા યુવાનો, જેઓ આજે રસ્તાઓ પર ફરતા હોય છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વાપરે છે.તેમના બેંક ખાતામાં વાર્ષિક 1 લાખ રૂપિયા હશે, અમારા 8500 રૂપિયા હશે, સરકાર માસિક તેમને રૂપિયા આપશે. જો કે આ વીડિયો એડિટેડ છે જેથી તમારે તેને શેર કરવો જોઇએ નહીં, પરંતુ સાચી હકીકત માટે તમે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વાંચી શકો છો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch