Gujaratpost Fack Check: સોશિયલ મીડિયા જેટલી ઝડપથી તમને સમાચાર પહોંચાડે છે, એટલી જ ઝડપથી ફેક ન્યૂઝ પણ તમારા સુધી પહોંચાડે છે, પરંતુ સામાન્ય માણસ તેને પકડી શકતો નથી અને ફેક ન્યૂઝની જાળમાં ફસાઈ જાય છે. એક વેબસાઈટ દ્વારા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે કે પીએમ મોદીએ પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ સ્કીમ 2024 શરૂ કરી છે. અમારી તપાસમાં આ દાવો નકલી હોવાનું જણાયું હતું.
શું દાવો કરવામાં આવ્યો હતો
દેશભરના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરવા માટે લેપટોપ આપવામાં આવશે. વેબસાઈટ પર અરજી શરૂ કરવાની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જો કે છેલ્લી તારીખ અંગે લખવામાં આવ્યું છે કે 'ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે'. સત્તાવાર વેબસાઇટનું સરનામું www.aicte-india.org આપવામાં આવ્યું છે.
તપાસમાં શું બહાર આવ્યું ?
Google પર 'PM Yojana Adda' નામની વેબસાઇટ છે, જે દાવો કરી રહી છે કે ભારત સરકાર તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી રહી છે. વેબસાઈટે આ અંગે સંપૂર્ણ સમાચાર લખ્યાં છે. સમાચારનું મથાળું છે, '[ફ્રી] પીએમ યોજના અડ્ડા 2024 લેપટોપ યોજના: ભારત સરકાર તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી રહી છે, તમારે પણ અરજી કરવી જોઈએ ! સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના 2024 નામની યોજના શરૂ કરી છે.
જ્યારે અમને આ વેબસાઈટના દાવા અંગે શંકા ગઈ ત્યારે ગુજરાત પોસ્ટની ફેક્ટ ચેક ટીમે તેની તપાસ શરૂ કરી. સૌ પ્રથમ અમે આ વેબસાઈટ એડ્રેસ પર ગયા, જે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની ઓફિશિયલ વેબસાઈટ હોવાનું બહાર આવ્યું, અમે અહીં આ સ્કીમ વિશે ઘણી શોધ કરી પણ કંઈ મળ્યું નહીં. દરમિયાન, અમને AICTE દ્વારા જારી કરાયેલી નોટિસ મળી, જેમાં તેનું સત્ય સામે આવ્યું.
નોટિસ મુજબ, AICTE વિદ્યાર્થીઓ માટે પ્રધાનમંત્રીની મફત લેપટોપ યોજના અંગે ફેલાવવામાં આવી રહેલા ખોટા અને ભ્રામક સમાચારોને નકારી કાઢે છે અને જણાવ્યું હતું કે તાજેતરમાં જ કેટલાક ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ પર ઘણા ભ્રામક સમાચારો આવ્યાં છે જેમાં આવી ખોટી માહિતી છે. આ સમાચારો સૂચવે છે કે વિદ્યાર્થીઓ આ યોજના માટે AICTE વેબસાઇટ લિંક દ્વારા અરજી કરે છે જ્યારે ભારત સરકાર અથવા AICTE દ્વારા આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી નથી. આ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપિંડી છે. તેથી આવા સમાચારોથી સાવચેત રહો. અમારી તપાસમાં આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
કેદારનાથ જવા નીકળેલા ગુજરાતના 35 મુસાફરોથી ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી | 2025-06-11 16:21:32
રાજસ્થાનઃ દૌસા-મનોહરપુર હાઇવે પર ભયાનક અકસ્માત, વર-વધૂ સહિત 5 લોકોનાં મોત, 6 ઘાયલ | 2025-06-11 09:26:58
મસ્તી માટે ગયેલા પકડાયા...ઉદેપુરના રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 15 ગુજરાતીઓ ઝડપાયા- Gujarat Post | 2025-06-11 09:23:37
રાજા રઘવુંશી હત્યા કેસઃ સોનમ સવારમાં જ મારવા માંગતી હતી પતિ રાજાને પણ...Gujarat Post | 2025-06-11 09:17:09
FACT CHECK: રૂ. 21,000 નું રોકાણ કરીને દરરોજ રૂ. 60,000 કમાવવાનો વીડિયો, જાણો કેટલું સાચું છે અને કેટલું ખોટું છે? | 2025-06-11 08:08:42
Fact Check: શું સરકાર પ્રધાનમંત્રી ફ્રી સ્કૂટી યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને મફત સ્કૂટી આપી રહી છે? જાણો દાવાની સત્યતા | 2025-06-09 09:58:57
Fact Check: શું RBI 500 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે ? જાણો વાયરલ દાવાની સત્યતા | 2025-06-04 13:01:41
Fack Check: ભારતે અફઘાનિસ્તાન પર મિસાઈલ હુમલો નથી કર્યો, પાકિસ્તાનનો દાવો ખોટો, અફઘાન સંરક્ષણ મંત્રાલયનું નિવેદન | 2025-05-10 17:33:06
Fact Check:પહેલગામ હુમલા પછી ભારતમાં ઉત્તરી આર્મી કમાન્ડરને હટાવવામાં નથી આવ્યાં, પાકિસ્તાનીઓનો ખોટો દાવો વાયરલ | 2025-05-01 14:36:37