Fri,19 April 2024,11:37 pm
Print
header

અમદાવાદ, સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ- Gujarat Post

અમદાવાદમાં પાસ સિસ્ટમથી બાબાના કાર્યક્રમમાં એન્ટ્રી મળશે

બે દિવસ પાસનું ફ્રી વિતરણ કરવામાં આવશે

અમદાવાદઃ બાબા બાગેશ્વરના અમદાવાદમાં યોજોનારા દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિવાદોને કારણે બાબાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. બાબાના દરબારમાં ઉપસ્થિત રહેવા માટે પાસ સિસ્ટમ બનાવવામાં આવી છે, પાસનું વિતરણ 27 અને 28 મેના રોજ થશે. પાસ મેળવવા માટે મોબાઇલ નંબર, એડ્રેસ આપવાનું રહેશે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં યોજાનાર દરબારને લઈને સુરક્ષા વધારવામાં આવી છે. ડોમથી લઈ સ્ટેજ સુધીના કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યાં છે. સવા લાખ લોકો બેસી શકે તેવી ક્ષમતાનો ડોમ તૈયાર કરાશે અને આ માટે ફ્રી પાસ વિતરણ કરાશે. વીવીઆઈપી માટે અલગથી પાસની વ્યવસ્થા કરાઈ છે. બે દિવસ બાબા અમદાવાદના ચાણક્યપુરીના બંગલામાં રોકાશે. બાબાના કાર્યક્રમ માટે એક હજારથી વધુ સ્વયંસેવકો પોલીસ સાથે સેવામાં રહેશે.

બાગેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર ભરાવાને લઇને સુરતમાં લોકરક્ષક સેના નામની સંસ્થાના કાર્યકરો પ્રચાર કાર્યમાં જોડાયાં છે.શહેરભરમાં તેમના દ્વારા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના ફોટોવાળા ઝંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અહીં પણ તેઓ ભવ્ય કાર્યક્રમ કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch