Wed,22 May 2024,12:56 am
Print
header

અમિત શાહે નરોડામાં ચૂંટણી સભાને સંબોધી, કહ્યુ- નરોડા કે ગુજરાતનો એક એક વ્યક્તિ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે

નર્મદાના ડેમ બાબતે કોંગ્રેસે ગુજરાતને અન્યાય કર્યો છેઃ અમિત શાહ

ધોલેરા SIRમાં 10 લાખ રોજગારીની તકો ઊભી થશેઃ શાહ

અમે આયુષ્યમાન કાર્ડથી ગરીબના સ્વાસ્થ્યની ચિંતા કરી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના (lok sabah election) ત્રીજા તબક્કા (3rd phase voting) અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણી આડે હવે એક અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે. દરમિયાન દરેક રાજકીય પક્ષો પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે. અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (union home minister Amit Shah) સભાને સંબોધન કર્યુ હતું.

શાહે કહ્યુ, હું હસમુખ પટેલને જીતાડવાની અપીલ કરું છું. બે તબક્કાના મતદાનમાં 100 થી વધુ બેઠકો આવશે એ નક્કી છે, 400 થી વધુ બેઠકોનો લક્ષ્યાંક પૂરો કરવાનું શરૂ થયું છે. દેશભરમાં મોદી મોદીનો જ નારો છે. ગુજરાતની 25 બેઠકો જીતવાનો સંકલ્પ છે. નરેન્દ્ર મોદીના રાજમાં ગુજરાતમાં કર્ફ્યૂ અને હુલ્લડથી મુક્તિ મળી છે. ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યાં છે.

શાહે કહ્યું, કાશ્મીર આપણું જ છે. નરોડા કે ગુજરાતનો એક એક વ્યક્તિ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે. 370 ની કલમ હટાવવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું. રાહુલ ગાંધી કહેતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, 5 વર્ષ થયા પણ કોઈની કાંકરી ચાળો કરવાની હિંમત નથી. ફરી મોદી સરકાર બનશે ત્યારે બે જ વર્ષમાં નક્સલવાદ ખતમ કરી દઈશું. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch